અલ્હમ્દુલિલ્લાહ, આ આપણા ગામ માટે ખુશી અને ગૌરવની વાત છે કે સાઉદી અરબ (હરમે મક્કા) માં આયોજિત વાર્ષિક વિશ્વ કુર્આન પઠન સ્પર્ધામાં મૂળ ટંકારીઆના અને રીયુનિયનમાં સ્થાયી થયેલા હઝરત કારી યાકૂબ સાહેબ (દઈરવા) ના નવાસ હાફિઝ તાહિર પટેલે ત્રીજું સ્થાન મેળવીને તેમના પરિવાર, ગામ અને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.
આ માત્ર એક સફળતા નથી, પરંતુ કુર્આને કરીમની બરકતોનો એ ચમત્કાર છે જેણે એક નાનકડા દીવાને સમગ્ર દુનિયા સમક્ષ પ્રકાશિત કર્યો.દુનિયાના ઘણા લોકોએ આ બાળકની તિલાવત (પઠન) સાંભળી છે. વાહ! કેટલી મજબૂત પઠનશૈલી, કેટલી તીવ્ર લાગણી અને આત્મીયતા વાળું મનમોહક પઠન! જાણે દરેક શબ્દ દિલ પર છપાઈ રહ્યો હતો અને સાંભળનારાઓની રૂહને ઝંઝોડી જાગૃત કરી રહ્યો હતો.
અલ્લાહ તઆલાએ તેને માત્ર ઉચ્ચ સ્થાન જ નહીં, પરંતુ એક લાખ ત્રીસ હજાર રિયાલ, એવાર્ડ અને અન્ય ઘણા ઈનામોથી પણ નવાજ્યો અને હજારો રિયાલની ભેટ ખરેખર કુર્આન સાથે જોડાયેલા લોકો માટે એક સંદેશ છે કે જે અલ્લાહ પાકના કુર્આનને મજબૂતીથી પકડી રાખશે, અલ્લાહ તઆલા તેને ક્યારેય ખાલી હાથે નહીં રાખે.
આ હાફિઝ બાળક આપણા આવનારા ભવિષ્ય માટે એક દીવાદાંડી સમાન છે. આ એક સંદેશ છે કે જો રિયુનયનના નાના ટાપુમાં રહેતું બાળક વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી શકે છે, તો આપણા દરેક બાળકમાં આ ક્ષમતા રહેલી છે. શરત ફક્ત એટલી જ છે કે આપણે આપણા ઘરોને કુર્આન ની સુગંધથી મહેકાવીએ, આપણી સવાર અને સાંજને કુર્આનનું પઠન કરીને સજાવીએ અને આપણા બાળકોને કુર્આન નું પઠન અને તેને કંઠસ્થ કરવાની દિશામાં આગળ ધપાવીએ.
આ સફળતા આપણને જણાવે છે કે ગામની માટીમાં પણ એવી સુગંધ છે જે દુનિયાના ખૂણે ખૂણે ફેલાઈ શકે છે. જરૂરિયાત માત્ર એટલી જ છે કે આપણે આપણા બાળકોને સપના દેખાડીએ, તેમને પ્રોત્સાહિત કરીએ અને તેમના દિલમાં કુર્આન માટે પ્રેમ જગાડીએ.
આવો! આપણે સૌ ભેગા મળીને આ બાળકને પ્રોત્સાહિત કરીએ, તેના માટે દુઆ કરીએ કે અલ્લાહ તેને જીવનભર કુર્આન નો સેવક અને કુર્આન નો પ્રવક્તા બનાવે. સાથે જ આ સંકલ્પ લઈએ કે પોતાના ઘરોમાં કુર્આન ને જીવંત કરીશું જેથી આપણું દરેક બાળક, દરેક પેઢી આ જ રીતે કુર્આન સાથે જોડાઈને દુનિયામાં ઈસ્લામને ઉચ્ચ સ્થાને સ્થાપિત કરે અને આખિરતમાં મુક્તિનું સાધન બને.
આ બાળક અને તેના માતા-પિતા અને સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન!

આમ તો હવામાન ખાતા દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે જોતા ટંકારીઆ તથા પંથકમાં બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારથીજ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમે ધીમે વરસાદ પડી રહ્યો છે. લાંબા સમયના વિરામ બાદ ફરી એક વાર વરસાદ જોવા મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. પવન સાથે વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

SAKHINABEN IBRAHIM MOHMED JET [Abhuji] passed away………….. Inna Lillahe Wainna ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard after Asr prayer.  May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. Ameen.