અલ્હમ્દુલિલ્લાહ, આ આપણા ગામ માટે ખુશી અને ગૌરવની વાત છે કે સાઉદી અરબ (હરમે મક્કા) માં આયોજિત વાર્ષિક વિશ્વ કુર્આન પઠન સ્પર્ધામાં મૂળ ટંકારીઆના અને રીયુનિયનમાં સ્થાયી થયેલા હઝરત કારી યાકૂબ સાહેબ (દઈરવા) ના નવાસ હાફિઝ તાહિર પટેલે ત્રીજું સ્થાન મેળવીને તેમના પરિવાર, ગામ અને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.
આ માત્ર એક સફળતા નથી, પરંતુ કુર્આને કરીમની બરકતોનો એ ચમત્કાર છે જેણે એક નાનકડા દીવાને સમગ્ર દુનિયા સમક્ષ પ્રકાશિત કર્યો.દુનિયાના ઘણા લોકોએ આ બાળકની તિલાવત (પઠન) સાંભળી છે. વાહ! કેટલી મજબૂત પઠનશૈલી, કેટલી તીવ્ર લાગણી અને આત્મીયતા વાળું મનમોહક પઠન! જાણે દરેક શબ્દ દિલ પર છપાઈ રહ્યો હતો અને સાંભળનારાઓની રૂહને ઝંઝોડી જાગૃત કરી રહ્યો હતો.
અલ્લાહ તઆલાએ તેને માત્ર ઉચ્ચ સ્થાન જ નહીં, પરંતુ એક લાખ ત્રીસ હજાર રિયાલ, એવાર્ડ અને અન્ય ઘણા ઈનામોથી પણ નવાજ્યો અને હજારો રિયાલની ભેટ ખરેખર કુર્આન સાથે જોડાયેલા લોકો માટે એક સંદેશ છે કે જે અલ્લાહ પાકના કુર્આનને મજબૂતીથી પકડી રાખશે, અલ્લાહ તઆલા તેને ક્યારેય ખાલી હાથે નહીં રાખે.
આ હાફિઝ બાળક આપણા આવનારા ભવિષ્ય માટે એક દીવાદાંડી સમાન છે. આ એક સંદેશ છે કે જો રિયુનયનના નાના ટાપુમાં રહેતું બાળક વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી શકે છે, તો આપણા દરેક બાળકમાં આ ક્ષમતા રહેલી છે. શરત ફક્ત એટલી જ છે કે આપણે આપણા ઘરોને કુર્આન ની સુગંધથી મહેકાવીએ, આપણી સવાર અને સાંજને કુર્આનનું પઠન કરીને સજાવીએ અને આપણા બાળકોને કુર્આન નું પઠન અને તેને કંઠસ્થ કરવાની દિશામાં આગળ ધપાવીએ.
આ સફળતા આપણને જણાવે છે કે ગામની માટીમાં પણ એવી સુગંધ છે જે દુનિયાના ખૂણે ખૂણે ફેલાઈ શકે છે. જરૂરિયાત માત્ર એટલી જ છે કે આપણે આપણા બાળકોને સપના દેખાડીએ, તેમને પ્રોત્સાહિત કરીએ અને તેમના દિલમાં કુર્આન માટે પ્રેમ જગાડીએ.
આવો! આપણે સૌ ભેગા મળીને આ બાળકને પ્રોત્સાહિત કરીએ, તેના માટે દુઆ કરીએ કે અલ્લાહ તેને જીવનભર કુર્આન નો સેવક અને કુર્આન નો પ્રવક્તા બનાવે. સાથે જ આ સંકલ્પ લઈએ કે પોતાના ઘરોમાં કુર્આન ને જીવંત કરીશું જેથી આપણું દરેક બાળક, દરેક પેઢી આ જ રીતે કુર્આન સાથે જોડાઈને દુનિયામાં ઈસ્લામને ઉચ્ચ સ્થાને સ્થાપિત કરે અને આખિરતમાં મુક્તિનું સાધન બને.
આ બાળક અને તેના માતા-પિતા અને સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન!

આમ તો હવામાન ખાતા દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે જોતા ટંકારીઆ તથા પંથકમાં બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારથીજ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમે ધીમે વરસાદ પડી રહ્યો છે. લાંબા સમયના વિરામ બાદ ફરી એક વાર વરસાદ જોવા મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. પવન સાથે વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

IBRAHIM MOHAMMED BUCHIYA passed away……….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah {RA} graveyard at 10am today. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. 

SAKHINABEN IBRAHIM MOHMED JET [Abhuji] passed away………….. Inna Lillahe Wainna ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard after Asr prayer.  May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. Ameen. 

HAJI YUSUF MASTER JET [VANTARSAWALA] passed away in Tankaria. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Burial will take place in Vantarsa at 10pm today. May ALLAH [SWT] grant the best place in jannatul firdaush. 

આજ રોજ તા. ૧૫/૦૮/૨૦૨૫ ને શુક્રવારના રોજ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ, ટંકારીઆમાં સ્વાતંત્ર્યદિન (રાષ્ટ્રીય પર્વ) ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સવારે ૮:૩૦ કલાકે બાળકો શાળાના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમને આગળ વધાર્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે માજી સરપંચ હાજી ઝાકીરભાઈ ઉમટા સાહેબે સ્થાન ગ્રહણ કરી તેમના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ ધ્વારા દેશ ભક્તિ ગીતોની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં બાળકોઓએ આજ રોજ ઉપસ્થિત મહેમાનો સમક્ષ પોતાની કૃતિ રજુ કરી. આ ઉપરાંત હાજર રહેલ મહેમાનોમાં ઝાકીરભાઈ ઉમટા (માજી સરપંચ), શાળાના પ્રમુખશ્રી ઈશાકભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીમંડળના અન્ય સભ્યો હાજર રહયા હતા. હાજર રહેલ મહેમાનોમાં શાળાના પ્રમુખશ્રી હાજી ઇશાક મહંમદ પટેલ સાહેબે પ્રસંગને અનુંરૂપ બોધવચનો આપી આઝાદીની જંગમાં પોતાના કિંમતી જીવનની આહૂતિ આપનાર શહીદોને યાદ કરી શ્રધાજંલિ આપી હતી. ત્યારબાદ ઉપસ્થિત થયેલ તમામ મહાનુભાવો ધ્વારા શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દરેક ધોરણ માંથી બે બે બાળકોને પસંદ કરી તેમને કુંડા સાથે છોડ આપવામાં આવ્યા. અને એ બાળકોએ પોતે જવાબદારી લીધી. કે અમે અમને આપલે છોડનું જતન કરીશુ આમ ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં આમંત્રિત શાળાના ટ્રસ્ટીમંડળ, શાળા પરિવાર તેમજ બાળકો મહેમાનોએ હાજર રહી ધામધૂમથી આઝાદીના રંગે-રંગાઈને ઉજવણી કરી. વધુમાં પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા, દેશભક્તિનું વાતાવરણ પૂરું પાડ્યું હતું, અંતે મો મીઠું કરી સૌ વિદાય થયા.

આજે ૧૫ ઓગસ્ટ એટલે કે, સ્વતંત્ર દિવસ. સમગ્ર ભારત દેશમાં સ્વતંત્ર દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. આજની તાલુકા કક્ષાની સ્વતંત્ર દિવસ ની ઉજવણી ગ્રામ પંચાયત ટંકારીઆના સાનિધ્યમાં ટંકારીઆ ગામ ખાતે રાખવામાં આવી હતો.
વહેલી સવારથી જ શાળાના વિદ્યાર્થીઓમાં તથા ગ્રામજનોમાં થનગનાટ શરુ થઇ ગયો હતો. ભરૂચ તાલુકા મામલતદાર માધવીબેન મિસ્ત્રી પોતાના સ્ટાફ ના કાફલા સાથે વહેલી સવારે ટંકારીઆ ખાતે આવી ગયા હતા. અને તેમના વરદ હસ્તે ધ્વજવંદન નો કાર્યક્રમ સંપન્ન થયો હતો. તેમની સાથે નાયબ મામલતદાર વિપુલ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ હાજર રહ્યો હતો. ધ્વજવંદન બાદ મામલતદાર સાહેબે તેમના કાર્યક્રમ અનુરૂપ પ્રવચનમાં જણાવ્યું હતું કે, આજનો દિવસ સ્વતંત્ર વીરોને બિરદાવવાનો દિવસ છે. તેમને વિદ્યાર્થીઓને સંબોધીને કહ્યું હતું કે, આપણે દેશના ભવ્ય વારસાની કદર કરવી જોઈએ અને આ વારસાને આગળ વધારવાનો છે. ભારતના તમામ નાગરિકોએ દેશભક્તિની ભાવના અપનાવવી જોઈએ. તેમને એક સૂત્ર આપ્યું હતું કે એક ભારત શ્રેષ્ઠ ભારત. આજની પેઢીના વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ કેળવવો પડશે. અને શિક્ષકોને પણ સંબોધિત કરતા જણાવ્યું હતું કે. શિક્ષકો એ પણ બાળકોના ઘડતરમાં આગળ રહેવું પડશે.
ત્યારબાદ કન્યાશાળા [મુખ્ય], કન્યાશાળા [બ્રાન્ચ], કુમારશાળા [મુખ્ય] તથા કુમારશાળા [બ્રાન્ચ] ના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શ્રોતાજનોને પ્રભાવિત કરી દીધા હતા. મામલતદાર સાહેબ પણ આ કાર્યક્રમોથી ખુબ પ્રભાવિત થયા હતા.
ત્યારબાદ મહાનુભાવોએ ઈનામોથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોને મેડલ આપી બિરદાવ્યા હતા. ઉપરાંત વિવિધ સંસ્થાઓ જેવી કે આંગણવાડી, મામલતદાર કચેરીના પ્રતિભાશાળી કર્મચારીઓ ને પણ સન્માનપત્ર આપી બિરદાવ્યા હતા. ઉપરાંત બિન સરકારી સંસ્થાઓના કાર્યકરોને પણ આ કાર્યક્રમમાં સન્માનિત કર્યા હતા. બાદમાં મામલતદાર અને તેમના સ્ટાફ દ્વારા કન્યાશાળા [મુખ્ય] ના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.
આ પ્રસંગે ટંકારીઆ ગામના સરપંચ મંગાભાઇ વસાવા, ડે. સરપંચ સફ્વાન ભુતા, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, જિલ્લા પંચાયતના સભ્ય મલંગખાં પઠાણ, ગામની તમામ શાળાના શિક્ષકો, ગ્રામ પંચાયત ના વોર્ડના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.આર. વ્યાસ મેડમ તેમના સ્ટાફ સાથે ખડે પગે ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં તમામ હાજરજનોને મીઠાઈ આપી મોઢું મીઠું કરાવી કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.
આ સમગ કાર્યક્રમનું સંચાલન કન્યાશાળાના સિનિયર શિક્ષિકા સઈદાબેને તેમના આગવા અંદાજમાં કર્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ ગ્રામ પંચાયત ટંકારીઆ દ્વારા આયોજિત હતો.