Month: July 2025
પંચાયતની ચૂંટાયેલી નવી બોડી દ્વારા સાફસફાઈ અભિયાન યોજાયું
ગ્રામ પંચાયતની નવી બોડી કાર્યરત થઇ ગઈ છે, “સફાઈ ત્યાં ખુદાઈ” સંદર્ભે આજે મોટા પાદરથી લઇ ટંકારીઆ પ્રવેશ દ્વાર સુધીનું સાફસફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આજ પ્રમાણે સાફસફાઈ થતી રહેશે તો ગંદકીનું પ્રમાણ ઓછું થઇ જશે અને રોગચારો પણ ફેલાતો ઓછો થઇ જશે.
સરપંચ અને ડેપ્યુટી સરપંચે એક ડેલિગેશન સાથે પાલેજ જી.ઈ.બી. માં જઈ ટંકારીઆ ગામમાં એક સબસ્ટેશન સ્થાપવાની તથા રાત્રી દરમ્યાન કર્મચારીઓને ટંકારિયામાં મુકવાની દરખાસ્ત કરવામાં આવી હતી, જેમાં પાલેજના ડેપ્યુટી એન્જીનીયરે આ બંને કામગીરી ટૂંક સમયમાં કરી આપવાની બાહેંધરી આપી હતી.
ટંકારીઆમાં ઉપસરપંચની ચૂંટણીમાં સફવાન ભુતા વિજયી
આજરોજ ટંકારીઆ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી તાલુકા નિરીક્ષક રાહુલ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ઉપસરપંચના બે ઉમેદવારો હતા જેમાં સફવાન ભુતા અને ઇમરાન કોવારીવાલા [એડવોકેટ] એ ઉપસરપંચની ઉમેદવારી નોંધાવી હતી. ૧૪ વોર્ડ સભ્યોની હાજરીમાં સભ્યોએ ઉપસરપંચ ચૂંટવાનો હોય છે. ચૂંટણી થતા સફવાન ભુતાનો ૮-૭ વોટથી વિજય થયો હતો. જેમાં સરપંચનો મત પણ ગણતરીમાં લેવામાં આવે છે. ગ્રામજનોએ નવા નિમાયેલા ઉપસરપંચને અને ચાર્જ સંભાળનાર સરપંચને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તબક્કે ગામના તલાટી ઘનશ્યામ વસાવા તથા ભુપેન્દ્ર સાવલિયા હાજર રહ્યા હતા. પાલેજ પોલીસ સ્ટેશન ના પી.આઈ. કે. આર. વ્યાસ મેડમ પોતાના પોલીસ સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
ટંકારીઆમાં યવમે આશુરાની પરંપરાગત રીતે ઉજવણી કરાઈ
આજે ૧૦ મહોર્રમ હિજરી એટલેકે યવમે આશુરા…….આ દિવસે ઇસ્લામના પ્યારા નબી હઝરત મુહમ્મદ પયગંબર સાહેબના નવાસા હઝરત ઇમામ હુસૈન તથા તેમના ૭૨ જાંનિસાર સાથીઓએ સત્ય કાજે અસત્ય સામે જંગ છેડી પોતે ભૂખ્યા તરસ્યા રહી પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. જંગે કરબલાને આજે સેંકડો યુગ વીતી ગયા બાદ પણ મુસ્લિમો દર વર્ષે જંગે કરબલાના શહીદોને યાદ કરી પરંપરાગત રીતે “યવમે આશુરા” ની ઉજવણી કરે છે.
હિજરી માંહે મહોર્રમના પ્રથમ ચાંદથી જ ટંકારીઆ કસ્બાની જામા મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઈય્યાહમાં કરબલાના શહીદોની શાનમાં બયાનોનો સિલસિલો ચાલુ થઇ ગયો હતો જે ૧૦ મહોર્રમની રાત્રી સુધી ચાલુ રહ્યો હતો. જામા મસ્જિદ માં ખતીબો ઇમામ મૌલાના અબ્દુલરઝાક સાહબ તથા મસ્જીદે મુસ્તુફાઈય્યાહમાં મુફ્તી નૂર સઇદસાહબ દ્વારા શોહદા એ કરબલાની શાનમાં કે જેઓએ બે-દીન યઝીદ ના મોટા લશ્કર સામે હઝરત ઇમામ હુસેને પોતાના જૂજ જાંનિસાર સાથીઓ દ્વારા અસત્ય સામે જંગ કર્યો હતો. બદબખ્ત યઝીદે લોભામણી લાલચો આપી પોતાના શરણે થઇ જવા માટે કહ્યું હતું, પરંતુ સત્ય હંમેશા અસત્ય સામે ઝૂકતું નથી તે ઉક્તિ અનુસાર પયગંબરના નવાસાએ પોતે અને પોતાના ૭૨ સાથીઓના પ્રાણોની આહુતિ આપી અસત્ય સામે ઝૂક્યા ના હતા. જેની યાદમાં બયાનોનો દૌર ચાલ્યો હતો. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી ફૈઝયાબ થયા હતા. અને આજે યવમે આશુરાના દિવસે વહેલી સવારે આ બંને મસ્જિદોમાં મોટી સંખ્યામાં બિરાદરો ભેગા થયા હતા અને વિશિષ્ટ નફિલ નમાજો પઢી દુઆઓ ગુજારી હતી. બાદ માં ઠેર ઠેર શરબતોની સબીલો પણ લાગી હતી.
A Joyous Union in Chicago Celebrating the Wedding of Asma & Mohammed
On a Saturday evening in Chicago, USA the families of Ilyas Bhai & Mumtaj Khoda and Munaf Bhai & Ruxana Patel came together to celebrate the beautiful wedding of their children, Asma (granddaughter of “Adam Tankarvi”) & Mohammed.
The evening was filled with joy and unforgettable memories. Guests gathered from near and far—including England, Canada, across Chicagoland, and many other parts of the country—to be part of this special celebration.
Here are some glimpses of the memorable moments from this heartwarming occasion.
May Asma and Mohammed’s journey together be filled with endless happiness and blessings