HAJI YAKUB ISMAIL RANDHVAWALA passed away by heart attack……… Inna Lillahe Wainna Ilayhe rajeun. Namaj e janaja will held at hashamshah [RA] graveyard after Zuhar prayer. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen.

પરંપરાગત જશ્ન એ શબીના નો પ્રોગ્રામ જામા મસ્જિદમાં ચાલુ છે. આજે ૨૯ રમઝાન, આજે ખત્મે કુરાન શરીફ શબીના તરાવીહમાં થશે. ગામ ઉપરાંત બહાર ગામોમાંથી મોટી સંખ્યામાં શબીના તરાવીહ પઢવા માટે લોકો આવ્યા છે. બહાર ગામથી પધારેલા મહેમાનો માટે સહેરીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

રમઝાનમાં શહેરી કરવા માટે ગૃહિણીઓને ઉઠાડવા માટેની પરંપરા અનુસાર સમગ્ર ગામમાં તબક્કાવાર રાત્રીના સમયમાં શેરીએ-શેરીએ – ફળિયે-ફળિયે ફરી ઉઠાડવાનું કામ કરતા ભાઈઓની લાક્ષણિક ઝલક પ્રસ્તુત છે.

આજે ૨૭ રમઝાન યાને શબે કદ્દર. કસ્બા ટંકારીઆની દરેક મસ્જિદોમાં આજે તરાવીહમાં કુરાન શરીફ પઢવું મુકમ્મલ થયું. ત્યાર બાદ દરેક મસ્જિદોમાં દુઆઓ થઇ હતી અને “અલવિદા અલવિદા માંહે રમઝાન અલવિદા” [ખુતબા એ અલવિદા] પઢવામાં આવ્યું હતું. જે સંદર્ભે તમામ મસ્જિદોને રંગબેરંગી લાઈટોથી સજાવવામાં પણ આવી હતી.