અલ્લાહુ અકબર….અલ્લાહુ અકબર…. અલ્લાહુ અકબર… લાઈલાહા ઇલ્લલ્લાહો વલ્લાહો અકબર અલ્લાહુ અકબર વલીલ્લાહિલ હમ્દ…… ની સદાઓ સાથે ટંકારિયામાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી શાનદાર અને પરંપરાગત રીતે મનાવવામાં આવી રહી છે. વહેલી સવારે ઈદગાહમાં ઈદની વિશિષ્ટ નમાજ અદા કરવા માટે માનવમહેરામણ એકઠું થયું હતું. વિશિષ્ટ નમાજ બાદ ખુતબા બાદ મૌલાના અબ્દુર્રઝાક સાહેબે સમગ્ર માનવજાત માટે ભલાઈ, ભાઈચારાની તથા આપસમાં એકતાની તથા સમગ્ર દેશવાસીઓ માટે અમન, શાંતિ, સોહાર્દની અલ્લાહ પાસે કાકલૂદીભરી દુઆઓ ગુજારી હતી. ત્યારબાદ તમામ બિરાદરોએ એકબીજાના ગળે મળી ઈદની મુબારક્બાદીઓ આપી હતી. આમ એકદમ શાંત અને સોહાર્દભર્યાં વાતાવરણમાં ઈદ ની ઉજવણી કરવામાં આવી હતી.

માંહે રમઝાન મુબારક નો પવિત્ર મહિનો આજે અલ્લાહના ફઝલો કરમથી સારી રીતે સંપન્ન થયો. અલ્લાહ પાક આપણા તમામના રોઝા તથા ઝિક્ર, દરૂદો સલામ, સખાવત, નેકીઓ તેની બારગાહમાં કાબુલ ફરમાવે અને અલ્લાહ પાક તેના હબીબ ના સદકામાં આવતી રમઝાન પણ તંદુરસ્તી સાથે નસીબ ફરમાવે. આજે “ઈદ ઉલ ફિત્ર” ના ખુશીના મૌકા પર તમામને ઈદ ની ખુબ ખુબ મુબારકબાદી………

ABDULLAH ISMAIL THUNDIA passed away……….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard after Isha prayer. May ALLAH [SWT] grant him the best place in jannatul firdaush. Ameen. 

માહે શવ્વાલનો નો ચાંદ આજરોજ દેખાયો નથી અને કોઈ પણ જગ્યાએથી ચાંદ દેખાયાની શરઈ ગવાહી મળી ના હોવાથી તારીખ ૧૧/૦૪/૨૪ ને ગુરુવારે માહે શવ્વાલ હિજરી ૧૪૪૫ નો પહેલો ચાંદ ગણવામાં આવશે. એટલે કે ઈદ ઉલ ફિત્ર ૧૧/૪/૨૪ ને ગુરુવારના રોજ મનાવવામાં આવશે. ઇન્શા અલ્લાહ…

The moon of the month of Shawwal has not sighted today and since there is no evidence of the sighting of the moon from anywhere, the date 11/04/24 will be considered as the first moon of the month of Shawwal Hijri 1445 on Thursday. That means Eid ul Fitr  will be celebrated on date 11/4/24 Thursday. Insha Allah….