ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે મસ્જીદે મુસ્તુફાઈય્યાહમાં તારીખ ૨૯/૫/૨૩ ને સોમવારના રોજ સવારે ૯ કલાકે ચાલુ વર્ષે હજ્જે બૈતુલ્લાહની સફર કરનાર ખુશનસીબ હાજી ભાઈ બહેનો માટે હજ ટ્રેનિંગ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલુ વર્ષે હજ્જે બૈતુલ્લાહ જનાર હુજ્જાજ ભાઈ બહેનોને હાજર રહેવા મસ્જીદે મુસ્તુફાઈય્યાહના પ્રમુખ હાજી ઈબ્રાહિમમાસ્ટર મનમન એક નિવેદનમાં જણાવે છે. કેમ્પની પુર્ણાહુતી બાદ તમામ હાજી ભાઈ બહેનો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજરોજ પંચાયત ભવનમાં પાલેજ પી. આઈ. શિલ્પા દેસાઈની અધ્યક્ષતામાં જનજાગૃતિનો સેમિનાર યોજવામાં આવ્યો હતો.
હાલમાં ઘરફોડ ચોરીના બનાવો છાશવારે બનતા હોય જેની જાગૃતિ માટે આ સેમિનાર યોજવામાં આવ્યો હતો. પાલેજ પી. આઈ. શિલ્પા દેસાઈએ હાજર ગ્રામજનોને ભારપૂર્વક જણાવ્યું હતું કે, પોલીસ ડિપાર્ટમેન્ટ તો સાવધાન છે જ, છતાં તમામ નાગરિકોએ સતર્ક રહેવાની જરૂર છે. આ ઉપરાંત એમને બહારથી આવી વસેલા ભાડુઆતોની વિસ્તૃત માહિતી પણ પંચાયતમાં તથા પાલેજ પોલીસ સ્ટેશનમાં આપવા ભારપૂર્વક જણાવ્યું હતું. આ ઉપરાંત તેમને સાયબર ક્રાઇમ ને લગતા જે બનાવો બને છે તેનાથી પણ સાવધાન રહેવા જણાવ્યું હતું. તેમને એમ પણ જણાવ્યું હતું કે તમારા વિસ્તારમાં કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ દેખાય તો એના વિશે પાલેજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં માજી સરપંચ ઝાકીરહુસેન ઉમતા તથા તાલુકા સદસ્ય અબ્દુલ્લાહભાઈ ટેલર, તલાટી ઉમેશભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.