1 2 3 6

આપણા ગામનો ભાણિયો અખ્તરરઝા કે જે શાહિદા મુસ્તુફા લારીયા નો પુત્ર કે જેને હમણાં થોડા દિવસો પહેલા ગોઝારો અકસ્માત નડ્યો હતો અને બંને ગુથણનું ઓપરેશન કરવાનું હોય કુલ ૧૨ લાખ રૂપિયાની સારવાર નો ખર્ચ ડોક્ટરો દ્વારા કીધો હતો પરંતુ ૮ લાખ રૂપિયા એમની પાસે હોય બીજા ૪ લાખ રૂપિયા ની મદદની જરૂર હોય અગર આપ આ રકમ ની મદદ કરવા ઇચ્છુક હોય તો શાહદાબેનને કરી શકો છો. આ માટે કોઈ પણ પ્રકારની રકમ જેવીકે ઝકાત, લીલ્લાહ, સદકો ચાલશે. તો આપ તેમને મદદ કરવા માટે નીચેના ફોન નંબર પર સંપર્ક કરી શકો છો.
શાહદાબેન મુસ્તુફા લારીયા : ૭૮૭૮૩૦૪૮૬૧.
અમન કોલોની ટંકારીઆ.

Haji Abdul Adam Issop Dhoriwala [Urfe Bhikhabhai] [Brother of Mastan / Ikku Dhoriwala] passed away at Bolton [UK] by heart attack. Inna Lillahe wainna ilayhe rajeun. May ALLAH [SWT] grant him the best place in jannatul firdaush. Ameen. Namaj e janaja will take place at Masjid-e-Noorul Islam, Prospect Street, Off Halliwell Road, Bolton at 3 pm on Sunday 24/10/21.

કોરોના ની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી ગતરોજ મોડી સાંજે ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં કોવીડ વેક્સીન જાગૃતિ શિબિર યોજાઈ હતી. જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્ર ના પદાધિકારીઓએ હાજરી આપી કોવીડ વેક્સીન વિશે માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
આ શિબિરમાં ઇન્ચાર્જ કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ ચૌધરી ઉપરાંત ડેપ્યુટી કલેક્ટર ખાસ જમીન અધિકારી યાસ્મિનબેન શેખ, ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી દુલેરા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી એમ.એમ. પટેલ તથા ઇન્ચાર્જ મામલતદાર આદર્શ બશર ઉપરાંત તાલુકા આરોગ્ય અધિકારી, ડે. મામલતદાર (ઈ-ધરા) તાપીયાવાળા સહીત વહીવટી તંત્ર હાજર રહી માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
આ શિબિરમાં ભરૂચ જિલ્લા ના આરોગ્ય અધિકારી દુલેરા સાહેબે તેમના ટૂંકા પ્રવચનમાં કોવીડ વેક્સિનેશન નો પ્રથમ અને બીજો ડોઝ લઈને પોતાની, પોતાના કુટુંબની તથા સમાજ ની તંદુરસ્તી સાથે સુરક્ષા મંત્ર આપ્યો હતો. તેમને વેક્સિન વિશે અફવાઓને ધ્યાને ના લેવા અપીલ કરી હતી.
આ શિબિરમાં ભરૂચ જિલ્લા લઘુમતી સેલ ના પ્રમુખ તથા ઓલ ઇન્ડિયા ઉલેમા બોર્ડના ગુજરાત રાજ્ય વકફ વિંગના જનરલ સેક્રેટરી મુસ્તુફાભાઈ ખોડા, ઇન્ચાર્જ સરપંચ મુમતાજબેન લાલન, ભરૂચ મહિલા સુરક્ષા મંડળના સભ્ય રોશનબેન વૈરાગી, ટંકારીઆ કોવીડ સેન્ટરના વ્યવસ્થાપક હાફેઝ સફવાન ભુતા, શૈખુલ ઇસ્લામ ટ્રાઉસ્ટનાં પ્રમુખ મુસ્તાક બાબરીયા તથા ગામ આગેવાનો સલીમ લાલન, ઉસ્માન લાલન, ગુલામસાહેબ બટલી, સલીમ ઉમતા, ઇલ્યાસ હલાલત, ઇકબાલ સાપા, લાલન સાજીદ, મુબારક ધોરીવાલા તથા મોટીસંખ્યામાં ગામજનો હાજર રહ્યા હતા.

આજે ૧૨ રબીઉલ અવ્વલ આજના દિવસે ઈદ એ મિલાદ ની ઉજવણી કરવામાં આવે છે. ટંકારિયામાં આજે ઈદ એ મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે ૪.૩૦ કલાકથી મસ્જિદોના લાઉડસ્પીકરો પરથી નાત શરીફ અને સલાતો સલામ ની મહેફિલો ચાલુ થઇ ગઈ હતી. મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી ફૈઝયાબ થયા હતા ત્યાર બાદ ફઝરની નમાજ અદા કરી સવારે ૭ વાગ્યાથી જુલુસ પાટણવાળા બાવાના ઘરેથી નીકળ્યું હતું જેમાં નાત અને સલામ પેશ કરતા કરતા જુલુસ જામા મસ્જીદે પહોંચી મસ્જિદમાં બાલ મુબારક ની જિયારત કરી હતી.

We are proud of Brother Asfak Jet of Tankaria as he was honored by Bolton Council of Mosques. Gesture of Deepest appreciation and recognition given to Asfakbhai Jet of Tankaria for his longstanding, unconditional and tireless community services, especially as a funeral volunteer in and around Bolton, UK.

Appreciation certificate presented by Bolton Council of Mosque (BCOM) Bolton UK – Oct 2021.

1 2 3 6