ટંકારીઆ સહીત પંથકમાં અને સમગ્ર જિલ્લામાં મેઘો બરાબર જામ્યો છે. ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદી માહોલના પગલે વાતાવરણ ઠંડુગાર થઇ જવા પામ્યું છે. આમ સમગ્ર  પંથકમાં નોંધપાત્ર વરસાદ ને પગલે ખેડૂતવર્ગ માં ખુશી વ્યાપી જવા પામી છે. રવિ પાક ને માફક આવે તેવો વરસાદ પડ્યો છે જે ભાદરવો ભરપૂર ઉક્તિને યથાર્થ સાબિત કરી છે. મહત્વનું છે કે જુલાઈ અને ઓગસ્ટ માસમાં છૂટો છવાયો વરસાદ પડતા ખેડૂતોના માથે ચિંતાની કરચલીઓ પડી હતી પરંતુ સપ્ટેમ્બર માસમાં ભાદરવો ભરપૂર વરસતા ચાલુ સિઝનનો કુલ વરસાદ ૭૫% થઇ જવા પામ્યો છે. વાદળછાયા વાતાવરણને લઈને ઠંડી નો એહસાસ થવા પામ્યો છે.