કોરોના વાઇરસની મહામારી ને પગલે લગભગ એક વર્ષના વિરામ બાદ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૮ ના વર્ગો ગતરોજ થી ચાલુ થઇ જતા વિદ્યાર્થી અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાળા શરુ કરતા પહેલા શાળાના વર્ગોને સૅનેટાઇઝ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા પહેલા વાલીઓની સંમતિ પત્રક આપવાનું હોય દરેક વિદ્યાર્થો સંમતિ પત્રક સાથે હાજર થયા હતા અને ત્યાર બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યા હતા. ફૂલડાંઓનો મઘમઘાટ ફરી શરુ થઇ ગયો છે. હવે શાળાના ઓરડાઓ કીકીયારીઓથી ગુંજી ઉઠશે, હવે શરુ થશે જીવન જીવવાની કળાઓ, જીવનની પાઠશાળાના પાઠ ફરી શરુ થશે, બાળકોમાં પતંગિયાની જેમ પાંખો ફૂટશે, જાણે મુરજાય ગયેલી કુંપણો નવપલ્લિત થશે. આહા! વસંતના વધામણાં કરતી શાળાઓ ફરીથી શરુ થઇ ગઈ છે.