1 2 3 4

ટંકારીઆ સહીત સમગ્ર ભરૂચ જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આજે લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસ રહ્યું અને ગતરોજ ૯ ડિગ્રી તાપમાન સાથે સિઝનનો કોલ્ડેસ્ટ ડે રહ્યો હતો. લોકો રીતસર ઠંડીમાં ઠુંઠવાઇ ગયા હતા. ઠેર ઠેર રાત્રે તાપણાઓનો દોર ચાલ્યો હતો. લોકો ગરમ વસ્ત્રો પરિધાન કરી ફરતા નજરે પડ્યા હતા. મોટાભાગના લોકો ઘરમાંજ રહી ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા હતા. મજાની ઠંડી સાથે પૉન્ક સાથે સેવની પાર્ટી કરતા લોકો પણ દ્રશ્યમાન થયા હતા.

CHRISTMAS HOLIDAYS IS ON WORLDWIDE. OUR TANKARVIES NAMED “SOYEB RUSTAM GODAR”, “SAJID MOHMED [SUBA] DAULA” AND “ASFAQ IQBAL DABGAR” IS ENJOYING THEIR HOLIDAYS AT CAPETOWN [SOUTH AFRICA] ALONG WITH “ANISH MUSTAK DAULA”. WE HOPE YOUR HOLIDAYS GIVES YOU THE PLEASURE YOU NEED, SO THAT YOU DON’T HAVE TO THINK OF ANY PROBLEMS BACK AT HOME. ENJOY YOUR HOLIDAYS..

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે નાનાપાદર નવીનગરીમાં રહેતા રમેશ ખોડા વસાવા ના ઘરે આગ લગતા દોડભાગ મચી જવા પામી હતી તેમજ ઘરવખરી સહિતનો સમાન બળીને ખાક થઇ જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારીઆ ગામે નાનાપાદર નવીનગરીમાં રહેતા રમેશ ખોડા વસાવાના ઘરે આજે સવારે આશરે ૯ કલાકે આગ લાગી હતી જેમાં ઘરવખરી સહીત ઘરમાં રાખેલા રૂપિયાની નોટો બળીને ખાક થઇ ગઈ હતી તથા શાળામાં ભણતા બાળકોની ચોપડીઓ સહીત લગભગ બધુજ બળી ગયું હતું. આ આગ મકાનના ત્રણ ઓરડાઓમાં પ્રસરી હતી. સદનસીબે મકાનમાં રહેતા ઈસમો મજૂરી અર્થે મજૂરીકામે ગયા હોવાથી કોઈ જાનહાની થઇ નથી. લોકોનો સમૂહ એકઠો થઇ આગને ઓલવવાના પ્રયાસો કર્યા હતા જેને લીધે મોટી હોનારત થતા બચી ગઈ હતી.

1 2 3 4