1 2 3 7

આપણા ગામના પનોતા પુત્ર જનાબ અઝીઝ ટંકારવી સાહેબ ગતરોજ ગાંધીનગર ખાતે વકફ બોર્ડના કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા રાજ્ય ના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા અન્ય મહાનુભાવો સાથે દ્રશ્યમાન થાય છે.

Aziz Tankarvi along with Gujarat state ministers

Our Tankaria’s beloved son Mr. Aziz Tankarvi appears at the inauguration ceremony of the Wakf Board office at Gandhinagar yesterday along with Gujarat Education Minister Bhupendrasinh Chudasama and state Home Minister Pradipsinh Jadeja and other dignitaries.

દક્ષિણ આફ્રિકાના વેન્ડા ટાઉનમાં હજુ હમણાંજ ટંકારીઆ ના યુવાનોનું અપહરણ કરી આઠ લાખ રેન્ડ લૂંટી લેવાયાની સાહી હજુ ભૂંસાયી નથી ત્યાં આજે વેન્ડા ટાઉનમાં ચાર નીગ્રો લૂંટારાઓ દ્વારા બંદૂકની અણીએ દુકાનમાં પ્રવેશી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે આશરે સવારે સદા આઠ વાગ્યાના સુમારે ટંકારીઆ ગામના રુસ્તમભાઇ કવાડીયા નામના વેપારીએ પોતાની દુકાન ખોલી અને તરતજ ચાર નીગ્રો લૂંટારાઓ બંદૂક લઈને પ્રવેશ્યા હતા અને રુસ્તમભાઇ તથા તેમની પાસે કામ કરતા વર્કરોને બંદૂકની નોક પર બાનમાં લઈને દુકાનમાં લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર આવા લૂંટના બનાવો વેન્ડા ટાઉનમાં ખુબજ વધી રહ્યા છે. અને મુખ્ય ટાર્ગેટ નીગ્રો લૂંટારાઓ ગુજરાતી વેપારીઓને  બનાવી રહ્યા છે. જે એક ભયભીત કરી નાખે તેવો વિષય છે. 

ટંકારીઆ ગામના નવયુવાનો એ કોરોના મહામારી વચ્ચે કરેલા લોકહિતના કાર્યોને બિરદાવતા ટંકારીઆ ગામના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી દ્વારા ઉસ્માન લાલન અને તેમની ટીમને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

1 2 3 7