1 4 5 6

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજે રવિવારના રોજ ચાલુ વર્ષે હજ્જે બૈતુલ્લાહ શરીફ જનાર હુંજ્જાજ ભાઈ બહેનો માટે હજ તથા ઉમરાહના અરાકાનો સહી તરીકા થી એડા કરી શકે તે માટે નો તાલીમ કેમ્પ આજરોજ દારુલ ઉલુમ અશરફીયા ના પટાંગણ માં આવેલ મસ્જિદ એ મુસ્તુફાઇય્યાહ માં યોજવામાં આવ્યો હતો. જેમાં હજ કરવા જનાર ગામ તથા પરગામના હાજી ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
હજ તથા ઉમરાહ નું પ્રેક્ટિકલ માર્ગદર્શન અનુભવી આલીમો દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તમામ હાજી ભાઈ બહેનો માટે જમવાની વ્યવસ્થા દારુલ ઉલુમ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી.

1 4 5 6