1 2 3 9

ટંકારીઆ ફાઇનલ મેચ માં વાગરા નો ભવ્ય વિજય

સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ દ્વારા આયોજિત વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ આજરોજ  જંબુસર અને વાગરા વચ્ચે યોજાઈ  હતી. આ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆત માં તિલાવતે કુરઆને પાક થી કરવામાં આવી હતી. ત્યાર બાદ રાષ્ટ્રગીત ના ગાન સાથે મેચનો પ્રારંભ ટૉસ ઉછાળી કરવામાં આવ્યો હતો. ટૉસ ગુજરાત ટુડે ના તંત્રી અઝીઝ ટંકારવી ના હસ્તે કરવામાં આવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા વાગરા ની ટીમે નિર્ધારિત ૩૦ ઓવર ૩૨૧ જેટલો જંગી રન ખડક્યા હતા. જેમાં મકબુલ પટેલ ના ૧૬૬, ફારૂક ફૂલે ના ૩૦ અને જલાલ પટેલ ના ૪૮ રન મુખ્ય હતા. જેના જવાબ માં જંબુસરની ટિમ ૨૧૨ રન માં ઓલ આઉટ થઇ જતા વાગરા ની ટિમ નો ભવ્ય વિજય નીવડ્યો હતો.

ઇનામ વિતરણ સમારંભ માં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભાના સંસદ લોકલાડીલા અહમદભાઈ પટેલ તથા ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન અહમદભાઈ પટેલે ટંકારીઆ ના આ ગ્રાઉન્ડ ના વિકાસ માટે રૂપિયા દશ લાખ તેમી ગ્રાન્ટ માંથી ફાળવતા ગામના લોકો ખુશખુશાલ થઇ ગયા હતા. તથા ભરૂચ જિલ્લાના બાંધકામ સમિતિના અધ્યક્ષ મહેન્દ્રસિંહ રાજે પણ આ ગ્રાઉન્ડ ના વિકાસ માટે રૂપિયા છ લાખની ગ્રાન્ટ ની ફાળવણી કરી હતી. આ પ્રસંગે અહમદભાઈ પટેલે તેમના ટૂંકા વક્તવ્ય માં ક્રિકેટ ની રમત ઉપરાંત જીવનમાં પણ ખેલદિલી રાખવા પર ભાર મુક્યો હતો.

આ પ્રસંગે ગામ તથા પરગામ થી વિશાળ સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ એ હાજરી આપી આ મેચ ને નિહાળી હતી. તદુપરાંત આમંત્રિત મહેમાનો માં ઇશ્તિયાકભાઈ પઠાણ, ભરૂચ જિલ્લા પંચાયત ના અધ્યક્ષ અનિલભાઈ ભગત, યુનુસ અમદાવાદી, ગુજરાત ટુડે ના તંત્રી અને ટંકારીઆ પુત્ર અઝીઝ ટંકારવી, જયેશ પટેલ, સુલેમાનભાઈ જોળવાવાળા, મહેન્દ્રસિંહ રાજ, માજી રણજી ક્રિકેટર સલીમ વૈરાગી, માજી જિલ્લા સદસ્ય મકબુલ અભલી, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, આદમભાઇ આબાદ નગરવાળા, તથા વિદેશ થી પધારેલા યાકુબ બાજીભાઈ ભૂટા, ઇલ્યાસભાઈ શરીફ બુટવાળા, ઐયુબભાઈ મીયાંજી નાઓ હાજર રહ્યા હતા. આ ટુર્નામેન્ટ ની તમામ ટ્રોફી સીરા ગેલેરી ના માલિક ઝાકીર રુસ્તમ ગોદર તરફથી આપવામાં આવી હતી. તથા વિશેષ માં આમંત્રિત મહેમાનો તથા બંને ટિમ ના સભ્યોના જમવાનો ખર્ચ આપણા લોકલાડીલા ઇકબાલભાઇ ધોરીવાલાએ કર્યો હતો જે બદલ સ્પોર્ટ્સ ક્લબ એમનો આભાર વ્યક્ત કરે છે.  

સમગ્ર ફાઇનલ મેચ નું સંચાલન ટંકારીઆ પુત્ર અબ્દુલ્લાહ યુસુફ કામથી એ કર્યું હતું.

Watch Irfan Pathan Interview Here…

 

1 2 3 9