Death news from Bolton
SHARIF DHERIWALA [BROTHER OF LATE AHMED DHERIWALA] passed away at Bolton [UK] May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. Ameen.
Walima Function in Tankaria
Walima function of AYAZ S/O YUNUS ISMAIL GAJJAR held at Tankaria today evening.


Wedding in Tankaria
wedding function of “FARID” S/O FARUK LAKHA held at Darul Ulum Community Hall Tankaria today.

મોહસીને આઝમ મિશનમાં હાજીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો
આજરોજ ૧૮ એપ્રિલ ૨૦૨૬ ને શનિવારના રોજ મોહસીને આઝમ મિશન સ્કૂલના હોલમાં ટંકારીઆ ગામના ચાલુ સાલે હજ્જે બૈતુલ્લાહ જનારા હુજ્જજભાઈઓનો સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


Marriage in Tankaria
A marriage function of SAFWAN S/O HASAN WADIWALA held at Darul Ulum community hall Tankaria today.

Tankaria village achieving yet another doctor [MBBS]
Dr. AZRA, daughter of Abdullah Vali Bapuji of our village, did MBBS from GMERS Medical College Vadnagar. The pride of the village / district / society has been increased by getting the title of M.B.B.S.
We congratulate Abdullah Bapuji and his daughter Dr. Azra.


ટંકારીઆમાં હજ ટ્રેનિંગ કેમ્પ યોજાયો
આજરોજ ટંકારીઆ મુકામે મસ્જીદે મુસ્તુફાઇય્યાહમાં ચાલુ વર્ષે હજ્જે બૈતુલ્લાહ જનાર હુજ્જજ ભાઈ બહેનોનો ટ્રેનિંગ કેમ્પ મુફ્તી નૂરસઈદ સાહેબના સાનિધ્યમાં કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મુફ્તી સાહેબે હજ્જના તમામ અરકાનોની પ્રેક્ટિકલ સમજ વિસ્તૃતમાં આપી હતી. આ કેમ્પમાં ગામ પરગામના હુજ્જજ ભાઈ બહેનોએ હાજર રહી હજ્જની આસાન સમજ મેળવી હતી. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના સંચાલકો દ્વારા તમામ હાજીઓને જરૂરી દવાઓનું મેડિકલ કીટ પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
કેમ્પની પુર્ણાહુતી બાદ તમામ હુજજાજો માટે જમવાની વ્યવસ્થા પણ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી હતી.





Wedding in Lusaka [Zambia]
A wedding function of FARHAN S/O NIZAMBHAI PATEL & SAMIM PATEL [MATERNAL NEPHEW OF MEHBUB VALI GOCHA & ANVAR VALI GOCHA] held at Lusaka Zambia yesterday. Congratulation to newly married couple.



બ્રાન્ચ કુમારશાળા, ટંકારિયામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
ભરૂચ તાલુકાના ટંકારિયા ખાતે આવેલી બ્રાન્ચ કુમારશાળામાં ધોરણ ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ સાથે વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓના સન્માનનો ભવ્ય કાર્યક્રમ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાન શરીફના પઠનથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. શાળાના આચાર્ય મુનાફભાઈ ટીનકી દ્વારા હાર્દિક સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. તેમણે શાળાની પ્રગતિની સફરની વિસ્તૃત માહિતી આપી હતી.ત્યારબાદ વિદ્યાર્થીઓએ પ્રેરણાદાયક ગીતો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું. વિદાય લેતા વિદ્યાર્થીઓએ પોતાના અનોખા અંદાજમાં ભાવનાત્મક પ્રવચનો આપ્યા હતા, જેમાં તેમના શાળા જીવનની યાદો તાજી કરી હતી. ત્યારબાદ વિદાય ગીત દ્વારા લાગણીસભર માહોલ સર્જાયો હતો.
કાર્યક્રમ દરમિયાન NMMS, PSE, CET, કલા-ઉત્સવ, રમતોત્સવ, વિજ્ઞાન મેળો જેવી પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેડલ અને સર્ટીફીકેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી તેઓમાં વધુ પ્રગતિ કરવાની પ્રેરણા જન્મે.
અતિથિ પ્રવચનમાં સામાજિક અગ્રણી નાસીરહુસેન લોટીયા, ડેપ્યુટી સરપંચ સફવાન ભુતા અને કારી ઇમરાન દ્વારા માર્ગદર્શન પૂર્ણ વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. અંતમાં શાળાના શિક્ષક અનવરભાઈ મીરુએ આભારવિધિ વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણતા આપી હતી.
આ પ્રસંગે સરપંચ મંગાભાઈ વસાવા, ડેપ્યુટી સરપંચ સફવાન ભુતા, દારુલ ઉલૂમના ચેરમેન ઇબ્રાહીમભાઈ મનમન, સી.આર.સી. ઘનશ્યામ પઢીયાર, પંચાયત સભ્ય ઇકબાલ સાપા, નાસીરહુસેન લોટીયા, એડવોકેટ કારી ઇમરાન કોવારીવાલા, અસ્ફાકભાઈ તટવા, નસીબુલગની ચટી, દરબાર રખડા, અઝીઝ ભા, એસ.એમ.સી.ના સભ્યો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારૂ સંચાલન શાળાના વિદ્યાર્થી મહમદ અનીસ જંગારિયા અને શિક્ષિકા શાહીનબેન લાર્યાએ સંયુક્ત રીતે અત્યંત પ્રભાવશાળી અંદાજમાં કર્યું હતું.
















TANKARIA WEATHER
