ટંકારીઆમાં ઉપસરપંચની ચૂંટણીમાં સફવાન ભુતા વિજયી

આજરોજ ટંકારીઆ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણી તાલુકા નિરીક્ષક રાહુલ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ઉપસરપંચના બે ઉમેદવારો હતા જેમાં સફવાન ભુતા અને ઇમરાન કોવારીવાલા [એડવોકેટ] એ ઉપસરપંચની ઉમેદવારી નોંધાવી હતી. ૧૪ વોર્ડ સભ્યોની હાજરીમાં સભ્યોએ ઉપસરપંચ ચૂંટવાનો હોય છે. ચૂંટણી થતા સફવાન ભુતાનો ૮-૭ વોટથી વિજય થયો હતો. જેમાં સરપંચનો મત પણ ગણતરીમાં લેવામાં આવે છે.  ગ્રામજનોએ નવા નિમાયેલા ઉપસરપંચને અને ચાર્જ સંભાળનાર સરપંચને શુભેચ્છાઓ પાઠવી હતી. 
આ તબક્કે ગામના તલાટી ઘનશ્યામ વસાવા તથા ભુપેન્દ્ર સાવલિયા હાજર રહ્યા હતા. પાલેજ પોલીસ સ્ટેશન ના પી.આઈ. કે. આર. વ્યાસ મેડમ પોતાના પોલીસ સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*