ટંકારીઆમાં યવમે આશુરાની પરંપરાગત રીતે ઉજવણી કરાઈ
આજે ૧૦ મહોર્રમ હિજરી એટલેકે યવમે આશુરા…….આ દિવસે ઇસ્લામના પ્યારા નબી હઝરત મુહમ્મદ પયગંબર સાહેબના નવાસા હઝરત ઇમામ હુસૈન તથા તેમના ૭૨ જાંનિસાર સાથીઓએ સત્ય કાજે અસત્ય સામે જંગ છેડી પોતે ભૂખ્યા તરસ્યા રહી પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. જંગે કરબલાને આજે સેંકડો યુગ વીતી ગયા બાદ પણ મુસ્લિમો દર વર્ષે જંગે કરબલાના શહીદોને યાદ કરી પરંપરાગત રીતે “યવમે આશુરા” ની ઉજવણી કરે છે.
હિજરી માંહે મહોર્રમના પ્રથમ ચાંદથી જ ટંકારીઆ કસ્બાની જામા મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઈય્યાહમાં કરબલાના શહીદોની શાનમાં બયાનોનો સિલસિલો ચાલુ થઇ ગયો હતો જે ૧૦ મહોર્રમની રાત્રી સુધી ચાલુ રહ્યો હતો. જામા મસ્જિદ માં ખતીબો ઇમામ મૌલાના અબ્દુલરઝાક સાહબ તથા મસ્જીદે મુસ્તુફાઈય્યાહમાં મુફ્તી નૂર સઇદસાહબ દ્વારા શોહદા એ કરબલાની શાનમાં કે જેઓએ બે-દીન યઝીદ ના મોટા લશ્કર સામે હઝરત ઇમામ હુસેને પોતાના જૂજ જાંનિસાર સાથીઓ દ્વારા અસત્ય સામે જંગ કર્યો હતો. બદબખ્ત યઝીદે લોભામણી લાલચો આપી પોતાના શરણે થઇ જવા માટે કહ્યું હતું, પરંતુ સત્ય હંમેશા અસત્ય સામે ઝૂકતું નથી તે ઉક્તિ અનુસાર પયગંબરના નવાસાએ પોતે અને પોતાના ૭૨ સાથીઓના પ્રાણોની આહુતિ આપી અસત્ય સામે ઝૂક્યા ના હતા. જેની યાદમાં બયાનોનો દૌર ચાલ્યો હતો. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી ફૈઝયાબ થયા હતા. અને આજે યવમે આશુરાના દિવસે વહેલી સવારે આ બંને મસ્જિદોમાં મોટી સંખ્યામાં બિરાદરો ભેગા થયા હતા અને વિશિષ્ટ નફિલ નમાજો પઢી દુઆઓ ગુજારી હતી. બાદ માં ઠેર ઠેર શરબતોની સબીલો પણ લાગી હતી.


TANKARIA WEATHER
Leave a Reply