કસ્બા ટંકારીઆની કન્યાશાળા (મુખ્ય)માં આપણા ગામની સામાજિક સેવા પ્રવૃત્તિ કરતી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે એસ.આર.એફ. કંપની તરફથી કન્યાશાળા (મુખ્ય) ને ૨ (બે) સ્માર્ટ ટી.વી. પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિઓમાં ગામના હાલના વહીવટદાર નિલેશભાઈ તથા તલાટી ઘનશ્યામભાઈ ઉપરાંત તાલુકા પંચાયતના સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તથા માજી સરપંચ ઝાકીરહુસેન ઉમતા તથા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ મુસ્તાક બાબરીયા, ઇલ્યાસ જંગારીયા, અમીન કડા, અઝીઝ ભા, તેમજ ગામના કોઈ પણ કાર્યમાં અગ્રેસર રહેતા અખ્તર માલજી, ઈરફાન મેલા ઉપરાંત શાળાના આચાર્ય ખીલજી સાહેબ તથા
શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. શાળા તરફથી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કન્યાશાળા (મુખ્ય)માં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા બાળકોને શુદ્ધ ફિલ્ટર પાણી આખા વર્ષના શૈક્ષણિક કાર્ય દરમ્યાન આપવામાં આવી રહ્યું છે.
Leave a Reply