ટંકારીઆ હાઈસ્કૂલમાં “ટંકારીઆ રત્ન” “અદમ ટંકારવી” સાહેબની ઉપસ્થિતિમાં સાહિત્ય સંગમ કાર્યક્રમ યોજાયો

આજરોજ તારીખ 12/2/24 ને સોમવાર ના રોજ ટંકારીયા હાઈસ્કૂલમાં English Club ના નેજા હેઠળ સાહિત્ય સંગમ/Motivational કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાના માનદમંત્રી જનાબ અબ્દુલ્લાહ ભુતાવાલાના નેજા હેઠળ શાળાના આચાર્યશ્રી ગુલામ પટેલ , સુપરવાઇઝર સિદ્દીકભાઈ દેગ,સિનિયર શિક્ષક મુસ્તાકભાઈ ઘાંચી તેમજ English Club ના શિક્ષકો ઇલ્યાસભાઈ, હફસાનાબેન, મેહઝબીનબેન અને મોહસીનભાઈ અને સ્ટાફગણના સુંદર સંકલન થકી આ કાર્યક્રમમાં “ટંકારીઆ રત્ન” “અદમ ટંકારવી” સાહેબ અને ઈમ્તિયાઝભાઈ વરેડીયાવાલા ઉર્ફે ટંકારવી એ વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં માતૃભાષા ગુજરાતી ને ભૂલ્યા વગર અંગ્રેજી ભાષા શીખવાની સલાહ આપી જીવનમાં સર્જનાત્મકતા કેળવવા શીખામણ આપી હતી. સાથે બન્ને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ગઝલ , વિવિધ શેર અને વાર્તાઓ થકી સફળતાનાં ઊચ્ચ શિખરો સર કરવા સવારે નિયમિત વહેલાં જાગી સંનિષ્ઠ પ્રયત્નો કરવા હાકલ કરી હતી.શાળાના આચાર્યશ્રી ગુલામ પટેલે સ્વાગત અને ઇલ્યાસભાઈ ભોજાએ આભારવિધિ કરી હતી.

1 Comment on “ટંકારીઆ હાઈસ્કૂલમાં “ટંકારીઆ રત્ન” “અદમ ટંકારવી” સાહેબની ઉપસ્થિતિમાં સાહિત્ય સંગમ કાર્યક્રમ યોજાયો

  1. बहुत खूब।
    जिंदगी के हर लम्हों को समेटे हुवे ये पलो को यादों का गुंछा बनाकर बची जिंदगी को निभाने का एक ये वक्त मिला है उसे संजोते हुवे जिंदगी बसर हो जायेगी।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*