ટંકારીઆ તથા પંથકના ગામડાઓમાં ધીમે ધીમે પકડ મેળવતો ઉનાળો

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિત કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે તેવામાં ઉનાળાની ગરમી પણ જોર પકડી રહી છે. ટંકારીઆ તથા પંથકમાં પણ ધીરે ધીરે ઉનાળો આકરો થવા પામ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અને મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી સેલ્સિયસ જેટલું થવા પામ્યું છે. બપોરના સમયે ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. જયારે આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની સંભવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે લઘુત્તમ તાપમાન ૨૧ ડિગ્રી જેટલું રહે છે જેને લીધે વહેલી સવારે અને મોડી રાત્રે વાતાવરણમાં ઠંડક નો અનુભવ થાય છે. હવામાન ખાતાએ હવે પછીના આવનાર દિવસોમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીથી વધારે થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. બીજી બાજુ કોરોના ના કેસોમાં વધારો થઇ રહ્યો છે. તો આવા સંજોગોમાં કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને બહાર નીકળવાનું થાય તો મોઢા પર માસ્ક ફરજીયાત બાંધવાનું જરૂરી છે. રમઝાન શરીફનો મહિનાને આવવામાં પણ ગણતરીના દિવસો બાકી હોય અલ્લાહ તઆલા આઁફિયતની સાથે રમઝાનમાસમાં તેની રહેમતની વર્ષા તમામ મુસલમાનો પર કરે અને કોરોનામાં જે મુસલમાનો સંક્રમિત છે તેમને અલ્લાહ તઆલા જલ્દી થી જલ્દી સ્વસ્થ કરી રમઝાન શરીફ ના માસમાં ઈબાદતો કરાવે એવી દિલી દુઆ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*