જાહેર અપીલ

ગરમી અને વાદળિયાં વાતાવરણ જેવી ડ્યુઅલ ઋતુ માંથી પસાર થઇ રહેલ ટંકારીઆ ગામના નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે વાતાવરણમાં ભેજ નું પ્રમાણ વધુ હોય તથા કોરોના વાઇરસ ની મહામારી માંથી સમગ્ર વિશ્વ પસાર થઇ રહ્યું હોય અને રોજરોજ ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો નો ગ્રાફ ઊંચો જતો હોય આપણે પણ આપણી જાત ને સુરક્ષિત રાખવાની કોશિશ કરવાની રહે છે. તો આપણે પણ જરૂરત વગર ઘર ની બહાર નીકળવાનું ટાળશો. અને બહાર નીકળવાનું થાય તો મોઢા ઉપર માસ્ક અથવા રૂમાલ બાંધવાનું ચૂકશો નહિ. કોરોના જેવા ભયાનક રોગ થી બચવા માટે સરકાર તથા સામાજિક સંસ્થાઓએ જે નીતિ નિયમો અને સૂચનો કરેલા છે તેના પર અવશ્ય અમલ કરવાની કોશિશ કરશો. અલ્લાહ તઆલા દરેક ની હિફાઝત ફરમાવે અને આ ભયાનક બીમારીથી રક્ષણ આપે. આમીન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*