ટંકારીઆ નું ગૌરવ

ટંકારીઆ ગામના વતની અને હાલમાં ભરૂચ મોના પાર્ક ખાતે રહેતા સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી કે જેઓ સમાજને લગતા કોઈપણ પ્રશ્નો હોય તો તેના નિરાકરણ માટે હંમેશા અગ્રેસર રહે છે. હાલમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે સમગ્ર વિશ્વ આ મહામારીના ભરડામાં લપેટાયેલું છે અને તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. આ તબક્કે અબ્દુલભાઇ કામથી પોતાના પરિવારની તથા પોતાના સ્વાસ્થ્ય ની ચિંતા કર્યા વગર રમઝાન માસ ચાલુ હોવા છતાં આ ધોમધખતા તાપમાં પણ જરૂરતમંદોને સહકાર આપે છે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે તત્પર રહે છે. આ રાષ્ટ્રહિત માટે સેવા, યોગદાન અને સમય આપવા બદલ “શેરે ગુજરાત” ન્યૂઝ ના તંત્રી દ્વારા તેમને જાહેર સન્માનપત્ર અર્પણ કરેલું છે. જે એક ટંકારીઆ ગામ માટે ગૌરવની વાત છે. આ થકી વેબસાઈટ ના દર્શકો વતી અબ્દુલભાઈને અભિનંદન પાઠવીએ છીએ. અલ્લાહ તેમની આવી ખિદમતોને કબૂલ કરી તેમને બંને જહાં માં બદલો અતા કરે એજ દુઆ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*