જુમ્મા ના દિવસે મુસ્લિમ બિરાદરોએ ભારે હૈયે ઘરોમાં ઝોહર અદા કરી

સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારી માં સપડાયેલું છે તેનો સામનો કરવા ભારતભરમાં પ્રશાસન અનેક પ્રયાસો કરી રહ્યું છે.   જે પૈકી લોકડાઉન ની  પ્રક્રિયા ને પણ લાગુ કરવામાં આવી છે. અને આવા મુસીબતભર્યા સમયે આપણું  કર્તવ્ય છે કે કાયદાના પાલન માટે ચુસ્તપણે સહકાર આપવો. જે અંતર્ગત ટંકારીઆ અને પંથકની તમામ મસ્જિદોમાં જુમ્મા ની નમાજ નહિ પઢવાનો આદેશ આપેલો હોવાથી જુમ્મા ના દિવસે મુસ્લિમ બિરાદરોએ ભારે હૈયે પોતપોતાના ઘરોમાં નમાજ ની અદાયગી કરી  હતી. અને તમામ મુસ્લિમ ભાઈ બહેનોએ સમગ્ર માનવજાત માટે કોરોના વાઇરસની મહામારીથી હિફાઝતની દુઆ ગુજારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*