ટંકારીઆ તથા પંથકમાં મુશળધાર વરસાદ ટંકારીઆ નું પાદર સરોવરમાં ફેરવાયું
ભરૂચ તાલુકાના ટંકારીઆ તથા પંથકમાં ગત રોજ રાત્રીના મુશળધાર વરસાદ ખાબક્યો હતો જેને પગલે ટંકારીઆ ના પાદરમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.
ગત રોજ રાત્રીના ભારે વરસાદ પડ્યો હતો જેને પગલે ટંકારીઆ ના નીચાણવારા વિસ્તાર ગણાતા પાદરમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા જેને લીધે નાના ધંધાદારિઓની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. અને સવારે વરસાદ બંધ પડતા પાણીની આવકમાં ઓર વધારો થયો હતો જેનું મુખ્ય કારણ એ છે કે એક્સ્પ્રેસ્સ હાઇવે કોરિડોર અને બુલેટ ટ્રેન ની લાઈનો માટે જે મોટા મોટા માટીના ગઢ બનાવ્યા હોય સમગ્ર ખેતરોનું પાણી ના નિકાલનો ફક્ત એકજ માર્ગ રહ્યો છે અને તે ટંકારીઆ નો વરસાદી કાઁશ. અને આ કાઁશ માં પણ બિનજરૂરી વનસ્પતિ તથા કચરો કે જેને ટંકારીઆ પંચાયતના હોદ્દેદારો દ્વારા જેતે ડિપાર્ટમેન્ટ ને વારંવાર રજૂઆતો કરવા છતાં તેને સાફ કરવાની તસ્દી લીધી ના હોય ટંકારીઆ ગામના હાર્દસમા પાદરમાં પાણીનો ભરાવો થઇ ગયો છે. અને આગળ પણ ભૂખી ખાડી ઓવરફ્લો થઇ જતા પાણીનો સંગ્રહ કરતુ ના હોય પાણી ટંકારીઆ ના પાદરમાંથી નીકળવાનું નામ જ લેતું નહતું. આમ પાદરમાંની નીચાણવારા વિસ્તારોની દુકાનો માં પાણી ભરાઈ જવાથી નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે. શું તંત્ર આ વરસાદી કાઁશ ને સમયાન્તરે સાફસફાઈ કરવાની તસ્દી લેશે ? એમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
Leave a Reply