બારીવાળા સ્પોર્ટ્સ ક્લબ ની ફાઇનલ માં ટંકારીઆ વિજયી

સમગ્ર ભરૂચ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ લીલીછમ લોન આચ્છાદિત ટર્ફ વિકેટ ધરાવતા બારીવાલા સ્પોર્ટ્સ સંકુલમાં આજરોજ નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ કેજીએન ઇલેવન ટંકારીઆ અને કરજણ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં કેજીએન ઇલેવન ટંકારીઆ ની ભવ્ય જીત થઇ હતી.
આજરોજ બારીવાલા સપોર્ટ ક્લબ દ્વારા આયોજિત વિન્ટર નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ કેજીએન ઇલેવન ટંકારીઆ અને કરજણ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં પ્રથમ બેટિંગ કરીને કેજીએન ઇલેવન ટંકારીઆ એ નિર્ધારિત ૩૦ ઓવેરમાં ૧૭૭ રન ફટકાર્યા હતા જેમાં સ્મિત પટેલના ૩૩ રન મુખ્ય હતા. કરજણ તરફે વિશાલે ૪ વિકેટ અને મોહિત મોંગોયા એ ૨ વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં કરજણ ની ટિમ ફકત ૧૧૭ રનમાં સમેટાઈ જતા કેજીએન ઇલેવન ટંકારીઆ નો ભવ્ય વિજય થયો હતો. આ ટુર્નામેન્ટ માં મેન ઓફ ઘી સિરીઝ યાસીન પટેલ થયા હતા અને મેન ઓફ ઘી મેચ સ્મિત પટેલ જાહેર થયા હતા. અંત માં ઇનામ વિતરણ સમારંભ માં વિદેશ થી પધારેલા અય્યુબ મીયાંજી, ઇકબાલ ધોરીવાલા, હબીબ ભૂટા, શફીક પટેલ, રુસ્તમભાઇ ગોદર, ઝાકીર ગોદર, તથા તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તથા ડેપ્યુ. સરપંચ ઉસ્માન લાલન તથા ગામના તથા પરગામના ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા.
સમગ્ર ઇનામવિતરણ સમારંભ નું સંચાલન અબ્દુલ્લાહ કામથીએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*