સ્પોર્ટ્સ ક્લબ ટંકારીઆ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ની આવતી કાલે ફાઇનલ
સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ દ્વારા આયોજિત વિન્ટર નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ રવિવાર તારીખ ૧૭ માર્ચ ના રોજ મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટંકારીઆ ની સાપા ઇલેવન અને ફારૂક ફૂલે ઇલેવન વચ્ચે રમાશે.
સમગ્ર ભરૂચ જિલ્લામાં આકર્ષણ નું કેન્દ્ર રહેલી આ ટુર્નામેન્ટ ના ઓર્ગનિઝર સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ ના કાર્યકરો જણાવે છે કે આ ફાઇનલ મેચ નિહારવા માટે આશરે ૧૫ થી ૨૦ હઝાર ક્રિકેટ પ્રેમીઓ પધારશે અને તે માટે ની પૂરતી વ્યવસ્થા ઓર્ગેનિઝરોએ કરી લીધી છે. તો આ ફાઇનલ નિહારવા જિલ્લાની ક્રિકેટ પ્રેમી જનતા ને આમંત્રણ આપવામાં આવે છે.
Leave a Reply