New Panchayat Team Gets To Work…

તા. 19/3/2018 ( સોમવાર ) નાં રોજ ટંકારીયા ગામ…
પંચાયત ની ઓફીસ માં ગામ માં સાપા સ્ટ્રીટ સહિત….
જુદા જુદા વિસ્તારોમાં પાણી ની પાઈપ લાઈનો લીકેજ હોય જે તાકીદે રીપેર કરવા બાબત ની લેખિત માં તથા મૌખિક માં ગામ ના સરપંચ શ્રી..આરીફભાઈ પટેલ ને રજુઆત કરવામા આવી હતી.જેની નોંધ લઈ ને ટંકારીયા ગામ માં સાપા સ્ટ્રીટ અલીફ સો. પારખેત રોડ.. કરીમ ની વાડી પાસે. મેઈન રોડ ખાંધિયા કોલોની.. કન્યા સારા ની સામે..ઇકબાલ ભરુચી નાં ઘર પાસે…વિ..વિસ્તારો માં પાણી ની પાઇપ લાઈનોમાં લીકેજ બનાવીને રીપેરીંગ કરી ને નવા પાઇપો નાખવામાં આવ્યા હતા..

આ સમગ્ર કામગીરી સરપંચ શ્રી આરીફ પટેલ..તથા..
ડે. સરપંચ. ઉસ્માનભાઈ લાલન…તથા સભ્યો શ્રી. અસલમ ઘોડીવાળા… તથા સલીમભાઈ ઉમટા દ્વારા દરેક વિસ્તારો.
માં આખો દિવસ પોતે હાજર રહી ને કરાવવામાં આવી હતી જે ખરેખર ધન્યવાદ ને પાત્ર છે..

બસ આજ રીતે ટંકારીયાગામ માં આવા સારા વિકાસ ના કામો કરતા રહેશો..એવી.. અપેક્ષા.

1 Comment on “New Panchayat Team Gets To Work…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*