ટંકારીઆ ગમે કાર ચાલકે લારી અને બે બાઈક સાથે અકસ્માત કરતા નાશભાગ મચી
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ખરી મેદાન નજીક પાણીની ટાંકી પાસે કર ચાલકે સ્ટિયરિંગ પાર કાબુ ગુમાવતા એક લારી તથા બે બાઇકને અડફટે લીધી હતી. સર્જાયેલા અકસ્માતને પગલે ભાગદોડ મચી જવા પામી હતી.
આશરે સવારે ૧૧.૩૦ કલાકે ઘોડી ગામના કર ચાલકે પોતાની કાર લઈને ખરી ના મેદાન પાસેથી પસાર થઇ રહ્યો હતો તે દરમ્યાન ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા એક પાણીપુરીની લારી તથા બે મોટર બાઈક ને હડફેટે લેતા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જેનાથી લારી તથા બાઇકોને ભારે નુકશાન થયું હતું. અને કારણે પણ નુકશાન થયું હતું.
સદનસીબે આ સર્જાયેલા અકસ્માતમાં કોઈને પણ ઈજાઓ ના થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

TANKARIA WEATHER
Leave a Reply