Poem by Yakin Tankarvi [Yusufbhai Bapa]

આપણી સાથે ચાલનારા બધા આપણા હમસફર નથી હોતા
ને દરિયામાં ડૂબકી મારનારાઓ બધા મરજીવા નથી હોતા.
બધા માણસો ના બધાજ ગુનો ખરાબ નથી હોતા,
ને લીમડાના છાયા કઈ કડવા નથી હોતા.
ને બધા વિષ પીનારા શંકર કે મીરા નથી હોતા,
ને કોયલાને ગમે તેટલો ઘસો એ કદી ઉજળા નથી હોતા.
ને વતન કાજે લખી નાંખે છે સઘળી જિંદગીઓ જેઓ,
સલામત એજ સૈનિકના વતનમાં ઘર નથી હોતા.
વધાવે મોતને પણ વાળં હસતું રાખીને,
શહીદોના ઘરોમાં મોતના માતમ નથી હોતા.
ને ઓલવાય જાય છે દીવો ક્યારેક તેલની કંઈ ના કારણ,
બધા વખતે વાંક કઈ હવાનો નથી હોતો.
ને હાથ મિલાવતા મિલાવતા નીકળી જાય છે અંગૂઠી,
બધા હાથ મિલાવનારા કઈ દોસ્ત નથી હોતા.
ને જયારે હાલત બુરી હોય છે માણસની,
ત્યારે પારકાં તો ઠીક આપણા પણ આપણા નથી હોતા.

1 Comment on “Poem by Yakin Tankarvi [Yusufbhai Bapa]

  1. Vishama Nathi Hota,
    Sathe Chalnara Badha Sahara Nathi Hota,
    Samudra Badha Khara Nathi Hota,
    Tamne Gamta Badha Loko Tamara Nathi Hota.

    This is original and Mr Yakin have copied it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*