ટંકારીઆ ગામ પંચાયત માં આજથી શાસન ની ધુરા સંભાળતા આરીફ પટેલ

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામની ચૂંટણી ગત માસે પુરી થઇ હતી. આ સામાન્ય ચૂંટણીમાં આરીફ પટેલ નો વિજય થયો હતો. આજરોજ થી જુના સરપંચ નો કાર્યકાલ પૂરો થતો હોવાથી નવા વરાયેલા સરપંચ આરીફ પટેલે પંચાયત ની ધુરા સંભાળી લીધી છે. તદુપરાંત સર્કલ ઇન્સ્પેક્ટર ની હાજરીમાં તથા સરપંચ ની અધ્યક્ષતામાં ઉપસરપંચ પદ ની વરણી કરતા ઉપસરપંચ પદે મુમતાઝબાનુ ઉસ્માન લાલન ની વરણી કરવામાં આવી હતી.
શાસન ની ધુરા સંભાળતા સરપંચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમગ્ર ગામના લોકોને સાથે લઈને ગામના વિકાસલક્ષી કામોને પ્રાધાન્ય આપવાનું ઉચ્ચારણ કર્યું હતું. અમારા પત્રકારે ગામમાં સાફસફાઈ વખતો વખતો થાય ગામ માં સ્વચ્છતા રહે તે તરફ ખાસ ધ્યાન દોર્યું હતું. અને સમગ્ર ગામનું પાણી ગામની કાન્સ માં ઠલવાતું હોઈ ગામની કાન્સ ને પણ વખતો વખત સાફ કરવા માટે આહવાન કર્યું છે. સરપંચે સાફસફાઈ પ્રત્યે વિશેષ ધ્યાન આપવા માટે બાંહેધરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*