કે. વાય. સી.સી. ક્રિકેટ ક્લબ કંથારીયા દ્વારા આયોજિત વિન્ટર કપ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ માં ટંકારીઆ કે.જી.એન. ટીમ નો ભવ્ય વિજય

ભરૂચ જિલ્લાના કંથારીયા ગામે વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ આજરોજ મનુબર અને ટંકારીઆ વચ્ચે વિશાળ જનમેદની વચ્ચે રમાઈ હતી. ટંકારીઆ એ ટૉસ જીતી પ્રથમ ફિલ્ડિંગ મેળવી હતી. પ્રથમ દાવ માં મનુબર ની ટીમે નિર્ધારિત ૩૦ ઓવરમાં ૨૧૭ કાર્ય હતા જેમાં ગુજરાત રણજી ખેલાડી અહદ મલેક ના ૮૧ રન મુખ્ય હતા. ટંકારીઆ તરફથી સદ્દામ ખૂણાવાળા એ ૩ વિકેટ, વાસીમ અભલી, ઝાકીર ઉમતા તથા સઇદ બારીવાળા એ ૨-2 વિકેટ, તથા ઇમરાન માલજી એ ૧ વિકેટ ઝડપી હતી.
ટંકારીઆ ની ટીમ બીજા દાવ માં બેટિંગ કરતા ૨૧૭ રન નો પીછો કરતા અફઝલ ખાંધિયા એ ઓપનિંગ માં ૫૦ બોલ માં ૧૧૧ રન ફટકાર્યા હતા તથા ઉસ્માન બાબરીયા ઉર્ફે આમ્ટે એ ૨૨, ઇમરાન માલજી ૨૫ રન તથા ઝફર ભૂતાવળ એ ૧૫ રન નો મુખ્ય ફાળો નોંધાવતા ટંકારીઆ ની ટીમ ૨૬ ઓવેર માં ૨૨૮ રન ફટકારી ફાઇનલ વિજેતા બની હતી.
આ ટુર્નામેન્ટ ની પુર્ણાહુતી માં વિશાળ મેદની હાજર રહી હતી. ટંકારીઆ ગામના જ લગભગ ૧૦૦૦ કરતા વધુ પ્રેક્ષકો મેચ ની અંતિમ ઑવર સુધી હાજર રહી ટંકારીઆ ની ટીમ નું મનોબળ વધારતા જોવા મળ્યા હતા. તથા સમારંભ ના અતિથિ વિશેષ તરીકે કંથારીયા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા ગામના આગેવાનો તથા આજુબાજુ ના ગામના સરપંચો, ભરૂચ નગર પાલિકાના સભ્યો, ગુજરાત યુવા કોંગ્રેસ ના મહામંત્રી શમશાદઅલી સૈયદ, તાલુકા પંચાયત ના સભ્ય અબ્દુલ્લાહ ટેલર, જિલ્લા પંચાયત ના માજી સભ્ય મકબુલ અભલી તથા મહાનુભાવો એ હાજર રહી મેચ નિહાળી હતી.
મેન ઓફ ધ મેચ સદી ફટકારનાર અફઝલ ખાંધિયા બન્યો હતો. આ સમગ્ર સમારંભ નું સંચાલન અબ્દુલ્લાહ કામથી એ કર્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*