News
કડકડતી ઠંડીમાં ટંકારીઆ તથા પંથક ઠૂંઠવાયું
શિયાળો તેના યુવાવસ્થા માંથી પસાર થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સામાન્ય કરતા નીચો ગગડતા ટંકારીઆ તથા પંથક ઠંડીમાં રીતસર ઠુંઠવાઇ ગયું છે. ગતરોજ રાત્રીના ઠંડીનો ચમકારો વધ્યો હતો. લોકોએ પોતાના ઘરોમાં જ રહી ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા હતા. મહોલ્લાઓમાં તાપણાઓનો દૌર પણ વધ્યો છે. યુવા પેઢી કે જે મોડી રાત સુધી જાગરણ કરે છે તે પણ ઠંડીને કારણે ઘરમાં જ રહેવાનો આગ્રહ રાખે છે. લોકો ગરમ વસ્ત્રો પરિધાન કરી ઠંડીથી રક્ષણ મેળવતા નજરે પડે છે. જયારે કે ગરીબ તબક્કો ધૂણી ધખાવીને ટાઢ ઉડાવતા નજરે પડે છે. કોવિદ મહામારીના પગલે વિદેશથી ગણ્યા ગાંઠીયા એન.આર.આઈ. મિત્રો જ દેશમાં પધારેલા છે તેમના માટે આ મોસમ આનંદદાયક સાબિત થઇ રહી છે. અત્રે જણાવવાનું કે આ વખતે દેશ વિદેશોમાં કોવિદ ની મહામારી ચાલતી હોવાથી એન.આર.આઈ. મિત્રો એ દેશમાં પ્રવાસ કરવાનું ટાળ્યું છે.
72th Republic Day celebrated in Tankaria
સમગ્ર ભારત ૭૨ માં પ્રજાસત્તાકદિન દિન ની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે ટંકારીઆ ગામમાં પણ આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી ખુશીઓ સાથે કરવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતના પટાંગણમાં ગામના હાલના સરપંચ શ્રીમતી મુમતાજબેન ઉસ્માન લાલન દ્વારા ધ્વજવંદનનો પ્રોગ્રામ યોજાયો હતો જેમાં સરપંચ સહીત ગામના તલાટી તથા ગામ પંચાયતના સદસ્યો ઉપરાંત ગામલોકો હાજર રહી ધ્વજવંદન કરી રાષ્ટ્રગીત ના ગાન સાથે સમારંભ સંપૂર્ણ થયો હતો. ત્યારબાદ પંચાયત દ્વારા મીઠાઈ વહેંચવામાં આવી હતી. આમ ટંકારીઆ ગામમાં રાષ્ટ્રીય પર્વની ખુશીઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
All India is celebrating 72th Republic Day. On this occasion, this national festival was also celebrated in Tankaria village with joy. In which a flag waving program was organized by the present Sarpanch of the village Mrs. Mumtazben Usman Lalan in the ground of the Gram Panchayat in which the Talati of the village including the Sarpanch and the members of the village Panchayat besides the villagers were present, after flag hosting the ceremony was completed with the national anthem. Sweets were then distributed by the panchayat. Thus the national feast was celebrated with joy in the village of Tankaria.
ભેંસલી ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ખોજબલ ટિમ વિજયી
વાગરા તાલુકાના ભેંસલી ખાતે ડેલાવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રવિવારના રોજ ૩૦ ઓવરની નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચમાં ખોજબલ ની ટીમે ટંકારીઆ કે.જી.એન. ટીમને પરાસ્ત કરી ફાઇનલ મેચ વિજેતા બની હતી.
ગત રવિવારના રોજ ભેંસલી ખાતે લોન આચ્છાદિત ટર્ફ વિકેટ પર ફાઇનલ મેચનો મુકાબલો ખોજબલ અને ટંકારીઆ કે.જી.એન. વચ્ચે રમાઈ હતી. જેમાં ખોજબલની ટિમ ટૉસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી હતી અને ટંકારીઆ કે.જી.એન. ટીમને ૧૨૦ રનમાં સમેટી દીધી હતી જેના જવાબમાં ખોજબલની ટીમે આસાનીથી ૧૨૦ રન ચેઝ કરીને ચેમ્પિયન બની હતી. ટ્રોફી વિતરણ સમારંભમાં ગામ પરગામથી મોટી સંખ્યામાં એન.આર.આઈ. ભાઈઓ તથા પ્રેક્ષકો હાજર રહી મેચની મજા માણી હતી. ટંકારીઆ કે.જી.એન. ના કેપટન ઝાકીર ઉમતાએ તેમની તેમના વ્યક્તવ્ય માં ગ્રામ્ય લેવલે ઉભળતા ટેલેન્ટેડ ક્રિકેટરોને આગળ આવવા માટે આહવાન કર્યું હતું. તેમને એમ પણ જણાવ્યું હતુંકે ગ્રામ્ય કક્ષાએ ક્રિકેટરોનું ટેલેન્ટ ભરપૂર માત્રામાં છે અને જો તેમને વ્યવસ્થિત માર્ગદર્શન મળે તો આ ટેલેન્ટ આગળ નીકળી શકે તેમ છે. ખોજબલના મેનેજર તરીકે પધારેલા ઇસ્માઇલભાઈ મતાદારે પણ તેમના વક્તવ્યમાં ગ્રામ્ય કક્ષાએ આવા નયનરમ્ય મેદાનની ખુબ પ્રશંસા કરી હતી. આ મેચ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો પધાર્યા હતા.
Wedding in Tankaria
A wedding function of “SARFARAZ” S/O AHMED BIJJU held at Tankaria today.
Cricket Final match will be on Delawala C.C. Bhensli next sunday.
ડેલાવાળા સ્પોર્ટ્સ ક્લબ ભેંસલી ખાતે આવતા રવિવારે ફાઇનલ મેચ રમાશે
ડેલાવાળા સ્પોર્ટ્સ ક્લબ ભેંસલી ખાતે આવતા રવિવારે ૩૦ ઓવર ની ફાઇનલ ક્રિકેટ મેચનો મોટો મુકાબલો યોજાશે જેમાં ટંકારીઆ કે.જી.એન. અને રિઝવાન મતાદાર ખોજબલ વચ્ચે આ મુકાબલો થશે. તો આ માધ્યમ થકી ટંકારીઆ કે.જી.એન. ના કેપટન ઝાકીર ઉમતા તમામ ક્રિકેટ રસિકોને આ મેચ જોવા માટે આમંત્રણ પાઠવે છે. ટંકારીઆ કે.જી.એન. ટીમના તમામ સપોર્ટર ને ટીમનો ઉત્સાહ વધારવા માટે આવવા માટે હાર્દિક આમંત્રણ પાઠવે છે.
The final match will be played at Delawala Sports Club Bhansali next Sunday. And this will be a confrontation between Tankaria K.G.N. and Rizwan Matadar Khojbal. So through this medium Tankaria KGN team Captain Zakir Umta invites all cricket fans to watch the match. Tankaria KGN captain cordially invite all the supporters of the team to come and cheer the team on.

Wedding in Tankaria
A marriage function of “FIRDAUSHBANU” D/O ABDULSATTAR GHODIWALA [TALATI] HELD AT TANKARIA TODAY.
TANKARIA WEATHER



























































