ટંકારીઆમાં નાના પાદર ખાતે દેશ વિદેશના સખીદાતાઓના સહયોગથી અદ્યતન નવી નક્કોર તામીર પામેલી મસ્જિદ એ સિદ્દીકે અકબરનો ઇફ્તેતા પ્રોગ્રામ [ઉદ્દઘાટન પ્રોગ્રામ] તારીખ ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ને રવિવારના રોજ અસરની નમાજ પઢીને કરવામાં આવશે. આ ઉદ્દઘાટન પીરે તરિકત અલ્લામા સય્યદ કમરુદ્દીનસાહેબ પીરઝાદાના હસ્તે કરવામાં આવશે. તો આપ સૌને આ ઉદ્દઘાટન પ્રસંગે જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. તો આપ સૌ પધારી આ મસ્જિદનો ઉદ્ઘાટનનો હિસ્સો બનશો એવી વિનંતી સહ……..
મસ્જિદ – મદ્રસ્સા કમિટી – ટંકારીઆ.

આપણા ગામની અને મુન્દ્રા [કચ્છ] ખાતે શાદી બાદ સ્થાયી થયેલી ડો.શબનમ ગુલામ ઉમરજી માસ્ટર ઇપલી (MBBS, MS Ophthalmology – આંખના રોગોના નિષ્ણાંત- સર્જન ) અને તેમના જીવનસાથી ડો. હનીફભાઇ આગરીયા (M.B.B.S. – M.D. [Medicine]) દ્વારા અદ્યતન ટેક્નોલોજી ધરાવતી આગરીયા મેડિસિન અને આંખની હોસ્પિટલનું ઉદ્ઘાટન મુન્દ્રા [કચ્છ] ખાતે ગત રોજ કરવામાં આવ્યું હતું. આ થકી અમો ઇપલી ફેમિલીને ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ. ડો. શબનમ મુન્દ્રા [કચ્છ] અને આસપાસના વિસ્તારોમાં પોતાની સેવાઓ દ્વારા ગામ ટંકારીઆ અને ભરૃચી વહોરા પટેલોનું નામ રોશન કરે એવી શુભેચ્છા……..

ટંકારીઆમાં નાના પાદર ખાતે દેશ વિદેશના સખીદાતાઓના સહયોગથી અદ્યતન નવી નક્કોર તામીર પામેલી મસ્જિદ એ સિદ્દીકે અકબરનો ઇફ્તેતા પ્રોગ્રામ [ઉદ્દઘાટન પ્રોગ્રામ] તારીખ ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ને રવિવારના રોજ અસરની નમાજ પઢીને કરવામાં આવશે. આ ઉદ્દઘાટન પીરે તરિકત અલ્લામા સય્યદ કમરુદ્દીનસાહેબ પીરઝાદાના હસ્તે કરવામાં આવશે. તો આપ સૌને આ ઉદ્દઘાટન પ્રસંગે આમંત્રણ પાઠવવામાં આવે છે. તો આપ સૌ પધારી આ મસ્જિદનો ઉદ્ઘાટનનો હિસ્સો બનશો એવી વિનંતી સહ……..
મસ્જિદ – મદ્રસ્સા કમિટી – ટંકારીઆ.

Newly built Masjid, Masjid-e-Siddike Akbar’s Ifteta Program [Inauguration Program]  will be conducted on Sunday 14 December 2025 at Nana Padar in Tankaria at Asr prayer, Masjid built up with the support of donors from home and abroad. This inauguration will be done by Peer Tariqat Allama Syed Kamaruddin Saheb Pirzada. So you all are invited to this inaugural event. So all of you are requested to come and be a part of the inauguration of this Masjid. 

અસ્સલામુ અલયકુમ. જઝાકઅલ્લાહુ ખૈરન મુબારકભાઈ, ઝાકીર ભાઈ ઉમતા (મંડપ વાળા) અઝીઝ ભાઈ અને બધા શુભેચ્છકો.
આપના પ્રેરણાદાયી શબ્દો અને આપનો રિસ્પોન્સ ટીમના નવયુવાનોથી લઈને દરેક સભ્ય સુધી પહોંચીને બધાના હૈયે નવો જોશ અને હિંમત જગાવતા રહેશે. ખરેખર, આવા અત્યંત મુશ્કેલ કાર્યોમાં ટીમવર્ક જ એકમાત્ર ચાવી હોય છે. મસ્જિદ, મદરસા, ઇદગાહ કમિટીના તમામ જિમ્મેદાર સાહેબો/ સભ્યોએ દિલથી સાથ-સહકાર આપી, દરેક તબક્કે સક્રિય રહીને અદ્ભુત ઉદાહરણ રજૂ કર્યું. વર્ષો સુધી ગામના ટ્રસ્ટમાં સતત કામગીરી બજાવનાર હાજી ઇબ્રાહિમ સાહેબ મનમને ટીમને બધા કામો પૂરા કરવા જરૂરી પરવાનગી આપી ઉપરાંત જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે જરૂરી માહિતી પણ પૂરી પાડી. ઉમ્મીદ પોર્ટલ ટીમના બધા સભ્યોએ અને ટંકારીયા મસ્જિદ મદરસા કમિટીના સભ્યોએ રાત દિવસ સતત પ્રયત્નો કર્યા, ઉજાગરા કર્યા. ખાસ કરીને ગામના હોનહાર નવયુવાન અને દીની કામોમાં હંમેશા તત્પરતાથી કામ કરતા અને સતત કાર્યશીલ રહેતા હનીફભાઈ યાકુબ હલાલતે શરૂઆતથી અંત સુધી સાથે રહી અથાગ મહેનત કરી, ટંકારીયાના નવયુવાન સિવિલ ઇજનેર અને હાલ DILR માં સર્વેયર તરીકે ફરજ બજાવતા ઈરફાન ઇકબાલ ચટી (બાવા), સામાજિક અગ્રણી નાસીરહુસૈન લોટીયા, સલીમ આદમ ખાંડીયા [બેન્ક મેનેજર] મુસ્તાક ઉમરજી ડેલાવાળા, નસીબુલ્ગની ચટી, માજી સરકારી ઓડિટર સુલેમાનભાઈ રખડા, ઇલ્યાસ ઉમરજી ગાંડા, હાફેઝ ગુલામ સુલેમાન ઇપલી વિગેરેઓએ પણ ખૂબ સરસ કામ કર્યું. ઈરફાને ચોમાસા પછીની અત્યંત વ્યસ્ત સિઝનમાં દરરોજ ત્રણ-ચાર ગામોમાં ખેતરોની સર્વેની કરીને પરત આવીને કેટલીક રાત્રિઓમાં ફજરની અઝાન સુધી ઉજાગરા કરીને રાતભર કામ કર્યું.

એ જ રીતે ગામના ચમકતા તારા, પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં માસ્ટર્સની ડીગ્રી ધરાવતા ટંકારીયા ગામના એક માત્ર પેટ્રોલિયમ ઇજનેર બોડા શયબાન હાફેઝ ઇરફાને “fastest finger”નો જાણે ચમત્કાર જ કરી બતાવ્યો! ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં તેમણે અને ઈરફાન ચટીએ અત્યંત અસરકારક રીતે ખૂબ ઝડપી કામગીરી ચપળતાથી કરી બતાવી. 

શકીલભાઈ ઉમતાએ જમીની કાર્યવાહીમાં, લાર્યા ફઝલ સઈદભાઈ, લાર્યા ઇરફાન ઇનાયત ભાઈએ આસપાસના ગામોના તલાટીઓ સુધી પહોંચીને જરૂરી દસ્તાવેજો એકઠા કરવામાં અમૂલ્ય યોગગદાન આપ્યું. મહંમદ અલ્તાફ તલાટી (લાર્યા)એ પણ છેલ્લા તબક્કામાં કામમાં રસ લીધો.

ગ્રામ પંચાયતના સફવાનભાઈ ભૂતા, ઇકબાલભાઈ હેલ્પર પંચાયત વાળા, હુસૈનભાઈ હાજીબિલ્લા સહિત તમામ મિત્રોએ હૈયાફાક સહકાર આપ્યો.

આખરે, વર્ષો જૂના રેકર્ડો પર આધારિત આ અત્યંત જટિલ અને મુશ્કેલ કાર્ય સંપૂર્ણ થયું – એ પણ એવી રીતે કે જાણે અલ્લાહ તઆલાની ખાસ મદદ અને રહેમત સતત વરસી રહી હોય. જ્યારે આખી સફર પર નજર કરીએ છીએ કે કયા સમયે, કેવા કપરા સંજોગોમાં, કેવા અસબાબ પાક પરવરદિગારે ઊભા કર્યા, ત્યારે દિલમાં ઈમાનની તાજગી અને વધુ મજબૂતીનો અહેસાસ થયા વગર રહેતો નથી. હિંગલ્લા, કરગટ, કિશનાડ, સરનાર જેવા ગામોના લોકોના કેટલાક કેસોમાં વરસોથી ગુંચવાયેલા કેસો હતા જેમાં અલ્લાહ તઆલાની કેવી કેવી મદદ મળી એ વિચાર આવે ત્યારે બધા કામોમાં અલ્લાહ આપણને ખાસ સમજ આપે છે અને અલ્લાહ તઆલા જ બધા કામો કરાવે છે એવા આપણા પાક્કા યકીનમાં અનેક ગણો વધારો થાય છે.
અલ્હમ્દુલિલ્લાહ – આ સફળતા ફક્ત અને ફક્ત અલ્લાહની મદદથી જ શક્ય બની. ઉપરોક્ત ચાર ગામોના બધા મોટા અનેક વર્ષોના ગુંચવાયેલા કામો ટંકારીયા આવીને જ પૂર્ણ થયા ત્યારે એમની દિલી દુઆઓ ટીમના સભ્યો અને ખાસ કરીને ટંકારીયા ગામને મળી. એમના અંગત મેસેજ દિલને સ્પર્શી ગયા.

ગામના કેટલાક સખી લોકોએ જરુરત પડી ત્યારે પોતાના અંગત કામ માટેના કોમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર આ કામમાં દાન આપ્યા અથવા આ કામ કરવા માટે વાપરવા આપ્યા.

અલ્લાહ તમામ સાથીઓને, શુભેચ્છકોને જઝાએ ખૈર આપે અને આવનારા દરેક કામમાં પણ આવી જ એકજૂટતા અને નિખાલસતાથી કામ કરવાની નેક તોફિક અર્પે. આમીન.

ઉમ્મીદ પોર્ટલના કાર્યમાં સહયોગ આપનાર તમામ વોલેન્ટિયર્સ અને વક્ફ બોર્ડ સ્ટાફનો પણ ટંકારીયા મસ્જિદ મદરસા કમિટી ખાસ આભાર માને છે.

તમામ મિત્રો અને વોલેન્ટિયર્સનો તહે દિલથી આભાર, જેમણે ઉમ્મીદ પોર્ટલ (Umeed Portal) પર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના અત્યંત મુશ્કેલ અને જટિલ કાર્યમાં રાત-દિવસ જોયા વગર સતત મહેનત કરી છે. ઘણા મિત્રોએ પોતાની રાતની ઊંઘ કુરબાન કરીને, માત્ર કૌમની સેવા ખાતર અને અલ્લાહની રઝામંદી માટે ફીસબિલિલ્લાહ આ નિઃશુલ્ક સેવા આપી છે. બધાના જઝબા અને ત્યાગની ટંકારીયા મસ્જિદ-મદરસા કમિટી ખરા દિલથી કદર કરે છે. વક્ફ બોર્ડના સ્ટાફનો પણ આભાર.
તેઓએ પણ સતત કાર્યરત રહીને જરૂરી માર્ગદર્શન પૂરા પાડવા અને પોર્ટલ પર કામગીરી બજાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આ ભગીરથ કાર્યમાં તેમના સહયોગ બદલ તેમનો પણ કમિટી આભાર માને છે.

અલ્લાહ તઆલા આપ સૌની આ ખિદમતને કબૂલ ફરમાવે અને તેનો શ્રેષ્ઠ બદલો બંને જહાનમાં અતા ફરમાવે.
આમીન.
જઝાકલ્લાહ ખૈર.

મસ્જિદ અને મદ્રસા કમિટી – ટંકારીઆ