આજે આછોડીયાંના કમ્પાઉન્ડ માં ૭ ફૂટ લાંબો ખતરનાક સાપે દેખાદેતા આપણા ગામના જાંબાઝ ઈરફાન મુસા પાવડીયાએ તેને જીવતો પકડી લઇ ગામથી દૂર જીવતો છોડી દીધો હતો. વાતાવરણ હવે ઠંડુ થતા મોટા મોટા સાપો શિકાર કરવા માટે દર માંથી નીકળતા હોય છે. અને અમુક વખત શિકાર કરતા કરતા રીહાયશી ઇલાકાઓમાં પણ આવી જતા હોય છે. એવોજ એક ખતરનાક ફેણીયો સાપ પારખેત તરફ જતા રસ્તાપર આવેલા આછોડીયાંના બંગલાના કમ્પાઉન્ડમાં નજરે પડતા ઈરફાન મુસા પાવડીયાએ તેને ઝડપી લઇ ગામથી દૂર ખેતરોમાં જીવતો છોડી દીધો હતો.

આપણા ગામના ઉસ્માનભાઈ સડથલાવાળા કે જેઓ ટેમ્પો ચલાવી પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે તેઓને કરોડરજ્જુના છેલ્લા બે મણકા ની ગાદી ફાટીગઇ હોય ઓપરેશન કરવા માટે આશરે દોઢ લાખ (૧.૫ લાખ) રૂપિયાની જરૂર છે. અગર આપ મદદ કરવા ઇચ્છુક હોવ તો નીચે જણાવેલ ઈસમોને આપ મદદની રકમ પહોંચાડી શકો છો.
૧. શફીક પટેલ (લંડન) ૦૦૪૪ ૭૮૮૨૬૮૫૨૯૨
૨. અલ્તાફ દશું (બોલ્ટન) ૦૦૪૪ ૭૭૩૮૭૫૨૩૯૯
૩. મહેબૂબ સુતરીયા (પ્રેસ્ટન) ૦૦૪૪ ૭૮૨૮૨૦૩૧૦૮
૪. હાજી મુસ્તાક (બ્લેકબર્ન) ૦૦૪૪ ૭૪૬૨૮૫૫૮૨૩.
૫. ઇન્ડિયા ખાતે અલ્લીભાઇ ટીચચુક ને રકમ પહોંચાડી શકો છો.

Musa Vali Chapti [Father of Saeed and Chapti Hafezi] passed away……… inna lillahe wainna ilayhe rajeun. Namaj e Janaja will held at Bhadbhag graveyard after Zohar prayer. May ALLAH [SWT] will grant him the best place in Jannatul Firdaush. Ameen.

જંબુસર તાલુકાના કારેલી ગામ  થી નીકળી ગાંધી સંકલ્પ યાત્રા મંગળવારના રોજ ટંકારીઆ  મુકામે આવી પહોંચી હતી ભરુચ જિલ્લાના સંસદ સભ્ય શ્રી મનસુખભાઇ વસાવા .ધારાસભ્ય શ્રી અરુણ સિંહ રાણા સહિત ભાજપના કાર્યકરો નું  ભરુચ જિલ્લા નાં ટંકારીઆ  મુકામે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે   જિલ્લા  ભાજપના સંગઠનના કાર્યકરો ધર્મેશ ભટ્ટ, ધર્મેશ મિસ્ત્રી, ભુપેન્દ્ર રાઠોડ તથા ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ નવીનભાઈ પટેલ, વાગરા તાલુકા પંચાયત ના પ્રમુખ ઈશ્વરભાઈ તથા ભાજપના કાર્યકરો ઉસ્માન લાલન, યાસીન શંભુ, બિલાલ લાલન, હનીફ દૌલા, મુબારક ધોરીવાળા, રફીક સાપા , ઇકબાલ સાપા  તથા રોશનબેન તથા ગ્રામજનો  ઉપસ્થિત રહ્યા હતા

 On date 11th October 2019, The Tankaria High School, Tankaria’s Chairman, Principal, Teachers, Non teaching staff and Students together  to celebrate the farewell party of Mr. Hanifmohmed Musabhai Ghodiwala urfe Lalabhai.  As being the office superintendent [O.S.] of the school. The Chairman and principal of the school  says in his farewell speech that  We would like to recite an honor speech on the farewell party of Mr. Hanifmohmed Musabhai Ghodiwala urfe Lalabhai about his distinguished personality. Mr. Hanifmohmed Musabhai Ghodiwala urfe Lalabhai was a most responsible O.S. in the school for many years and followed his all the responsibilities as a good O.S.  with full commitment. We feel very sorry that today we are losing a most responsible O.S. in our school however we cannot change the fate. He and his works would be always in our heart forever.

He was a role model in our school and his dedicated years of service would be live in our memory. It is our honor that a O.S.  from our school has been selected to work in such a great institution. This success of him is not his fate, it is his continuous and committed love for hard work. School will never forget his distinctive disciplined framework during his all time O.S.  at the workplace as well as his immense contribution in the school. His all the works would be in the record and adored always. He has established his unique personality in this school. His disciplined and committed works makes him different than others.

Thank you very much

ચોમાસુ લગભગ વિદાય લઇ રહ્યું છે અને આહલાદક ઠંડી ની સીઝન એટલેકે શિયાળો ચુપકે ચુપકે બિલ્લીપગે દસ્તક દઈ રહ્યો છે. મસ્ત મઝાની આ ઋતુ નો આરંભ લગભગ થઇ ગયો છે. સવારે મળસ્કાના પહોરમાં ઠંડી વર્તાઈ રહી છે. પરંતુ મધ્યાહન માં તો ગરમીનો અહેસાસ થાય છે. તાજાંતાજાં શાકભાજી, ફળો આરોગવાની સીઝન આવી રહી છે. દિવસના શરૂઆતનું વાતાવરણ એકદમ સમશિતોષ્ણ થઇ ગયું છે. ચાલુ ચોમાસામાં આ વખતે અતિશય વરસાદ પડવાને કારણે આપણા અનુભવી વડીલોનું કહેવું છે કે આ વખતનો શિયાળો પણ થોડો કડક રહેશે. વિદેશમાં વસતા આપણા હમવતની પરિવારો માદરે વતન આવવાની તૈયારીઓમાં લાગી ગયા હશે. ખેડૂતો પણ લાંબા સમયના આરામ બાદ ખેતરોના કામોમાં જોતરાઈ ગયા છે. હવે ધીમે ધીમે શાદીઓની સીઝન પણ શરુ થઇ જશે.


ભરૂચ જિલ્લા પંચાયત હસ્તકના જાહેર રસ્તાઓ જેવાકે ટંકારીઆ થી સીતપોણ ગામ તરફ જતો રસ્તો વિગેરે રસ્તાઓના ચોમાસા દરમ્યાન પડીગયેલા ખાડાઓનું રીપેરીંગ કામ ચાલુ કરી આપવામાં આવતા રોજિંદા ભરૂચ તરફ અવરજવર કરતા વાહનચાલકોમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે.
હવે ચોમાસા બાદ એકદમ બાવા આદમ વખત જેવો થઇ ગયેલો હિંગલ્લા થી પાલેજ સુધીનો વાયા પારખેત વારો રસ્તો પી.ડબ્લ્યુ. ડી. ડીપાર્ટમેન્ટ ક્યારે રીપેર કરાવશે? એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સદર રસ્તા પર આવતા ગામોના લોકો પણ આ રસ્તાના સમારકામ તરફ તંત્ર સામે મીટ માંડીને બેઠા છે.