Haji Ilyasbhai Haji Aiyubbhai Karim passed away at London. Inna Lillahe wainna ilayhe rajeun. May ALLAH [SWT] grant him the best place in jannatul firdaush. Ameen. Ya Rahman please provide Sbre Jamil to his entire family in this difficult time. Ameen.

ધોમધખતા તાપમાં રમઝાનશરીફ ના રોઝા પરિપૂર્ણ થયા બાદ આવતા મુસલમાનોનો પવિત્ર તહેવાર ઈદુલફીતર ની ઉજવણી ટંકારીઆ તથા પંથકમાં એકદમ સાદગીપૂર્વક મનાવવામાં આવી હતી. કોરોના વાઇરસની હાડમારીને લઈને સરકારના આદેશ અનુસાર તમામ લોકોએ ઈદ ની વૈકલ્પિક નમાજ ઘરોમાં જ અદા કરી હતી અને સોસીઅલ ડીસ્ટન્ટ જાળવીને એકબીજાને ઈદ ની મુબારકબાદી આપતા લોકો નજરે પડ્યા હતા. લોકોએ લગભગ ગળે મળવાનું તારયું હતું. હાલના સંજોગોને લઈને અમોએ રમઝાન શરીફની ટંકારીઆ ગામની રોનક તથા ઈદના ફોટો આ વખતે અપલોડ કરવાનું તારયું છે જે બદલ ક્ષમા ચાહિયે છીએ.

રમઝાનુલ મુબારક અલવિદા થઇ ગયો છે. માંહે શવ્વાલ નો ચાંદ નજરે આવી ગયો છે. બરકતવંતા દિવસો સમાપ્ત થઇ ગયા છે. કોરોના વાઇરસની મહામારીને લઈને તથા સરકારના ફરમાન અનુસાર ઈદ ની નમાજ વૈકલ્પિક રીતે ઘરોમાં જ અદા કરવામાં આવશે. તમામ બિરાદરો ભારે હૃદય સાથે ઈદ ની વૈકલ્પિક નમાજ ઘરોમાં જ પઢશે. ખેર અલ્લાહ ની મરજી. ચાલુ રમઝાન માસ માં લોકોએ પોતાના ઘરોમાંજ તરાવીહ તથા પાંચે સમયની નમાજ અદા કરી હતી. આ પણ એક લ્હાવોજ હતો કેમકે આગળના સમયમાં આ પ્રકારની પરિસ્થિતિ કદાચ ના પણ ઉદ્દભવે. મસ્જિદો માં નિયમોસર લોકો જ નમાજ પઢતા હતા અને મસ્જિદોની રોનક જાણે છીનવાઈ ગઈ હતી. દરેક ઘર નમાજો અને બંદગીથી આબાદ જણાતા હતા. અલ્લાહ તબારક વ તઆલા એ દરેક ઘરોને આબાદ કરી દીધા હતા. અલ્લાહ તમામ લોકોની બંદગી કબૂલ ફરમાવે. આ સાથે તમામ બિરાદરોને હૃદયના ખૂણા માંથી ઈદ ની મુબારકબાદ પેશ કરીએ છીએ.

માંહે રમઝાન શરીફનો બરકતવંતો મહિનો અલ્લાહના ફઝલો કરમથી આપણને નસીબવંતો થયો અને તેના નિર્ધારિત સમયે પરિપૂર્ણ પણ થઇ ગયો. અને અલ્લાહના વાયદા પ્રમાણે ઈદુલ ફિત્ર નો ખુશીનો દિવસ પણ અર્પણ કર્યો. તો આ ખુશીના દિવસે આજે ઈદ મનlવતા તમામ દર્શકમિત્રોને “ઈદુલ ફિત્ર” ની મુબારક્બાદીઓ પેશ કરીએ છીએ. સમગ્ર વિશ્વ આજે કોરોના વાઇરસની મહામારી માંથી પસાર થઇ રહ્યું છે. તો આ થકી તમામને સમગ્ર માનવજાતની આ મહામારીથી હિફાઝતની દુઆ ગુજારવાની અપીલ કરીએ છે. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે ટંકારીઆ તથા સમગ્ર ભારતમાં ઈદુલ ફિત્ર તારીખ ૨૫ મી ના સોમવારના દિવસે મનાવવામાં આવશે. અલ્લાહ ની બારગાહમાં દુઆ છે કે અલ્લાહ આપણા તમામના રોઝાઓ, ઈબાદતો, ઝિક્ર અસગાર, ઝકાત, સદકાત તથા તમામ પ્રકારની ચેરિટી કબૂલો મકબુલ ફરમાવે. આમીન

ભરૂચ જિલ્લા ના સામાજિક કાર્યકર, અબ્દુલ કામઠી, દ્વારા આર્થિક કટોકટી ના સમયમાં પૂરૂ પાડયુ માનવતા અને પ્રમાણિકતા નું ઉત્તમ ઉદાહરણ*ગતરોજ ભરૂચ જિલ્લાના બાયપાસ વિસ્તાર માંથી ભરૂચ જિલ્લા નાં સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામથી ને Rs. 50000/- રોકડ બિનવારસી હાલતમાં પડેલ મળ્યાં હતા. ત્યારબાદ અબ્દુલભાઈ એ રૂપિયા કોના છે ? એ હકીકત જાણવા માટે ફેસબુક ઉપર એક વિડીઓ જાહેર કર્યો હતો. અબ્દુલભાઈ ની આ પ્રમાણિકતા નો આ વીડિયો ફેસબુક ઉપર જોતા થામ ગામ વતની એવા મુસાભાઈ જાંગરિયા નાં રૂપિયા હોવાની હકીકત બહાર આવી હતી.જે બાદ અબ્દુલ ભાઈ એ મુસા ભાઈ નો સંપર્ક કરીને ભરૂચ જિલ્લા પોલીસ પી.આઈ.કોથીયાં સાહેબની સમક્ષ મુસાભાઈ ને બોલાવી ને તેમની ખરી મેહનતની રકમ પરત કરીને આવા લોકડાઉન ના કપરા સમયમાં એક ઉત્તમ માનવતા નું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

આજે રમઝાન શરીફ ની ૨૭ મી રાત એટલેકે લયલતુલકદ્ર. સામાન્ય રીતે આજે તરાવીહ ની નમાજોમાં કુરઆન શરીફ પૂર્ણ થાય છે. પરંતુ કોરોના વાઇરસની મહામારીને લઈને લોકડાઉન હોવાથી સરકારના આદેશ અનુસાર આ વખતે મસ્જિદોમાં તરાવીહ થઇ નથી પરંતુ તમામ બિરાદરોએ પોતપોતાના ઘરોમાં તરાવીહ ની નમાજ અદા કરી હતી. આજે લયલતુલકદ્ર ના મોકા પર જામે મસ્જિદના ખતીબ વ ઇમામ મૌલાના અબ્દુલરઝાક અશરફી સાહેબે તરાના એ અલવિદા પઢી હતી અને ત્યારબાદ સમગ્ર વિશ્વ માટે ખુશહાલી ની દુઆ ફરમાવી હતી. તેમને આ વૈશ્વિક મહામારી જડમુળ માંથી નાશ પામે તે માટે પણ દુઆ ગુજરી હતી. દેશ અને દુનિયા ને આ કોરોના જેવી મહામારી માંથી અલ્લાહ છુટકારો આપે તેવી કાકલૂદીભરી આઝીઝી સાથે દુઆ ગુજારી હતી. ઘરમાં બેસી સાંભરતા બિરાદરોએ આંખોમાં આંસુઓ સાથે આમીન કહ્યું હતું.