ઈદ મુબારક
રમઝાનુલ મુબારક અલવિદા થઇ ગયો છે. માંહે શવ્વાલ નો ચાંદ નજરે આવી ગયો છે. બરકતવંતા દિવસો સમાપ્ત થઇ ગયા છે. કોરોના વાઇરસની મહામારીને લઈને તથા સરકારના ફરમાન અનુસાર ઈદ ની નમાજ વૈકલ્પિક રીતે ઘરોમાં જ અદા કરવામાં આવશે. તમામ બિરાદરો ભારે હૃદય સાથે ઈદ ની વૈકલ્પિક નમાજ ઘરોમાં જ પઢશે. ખેર અલ્લાહ ની મરજી. ચાલુ રમઝાન માસ માં લોકોએ પોતાના ઘરોમાંજ તરાવીહ તથા પાંચે સમયની નમાજ અદા કરી હતી. આ પણ એક લ્હાવોજ હતો કેમકે આગળના સમયમાં આ પ્રકારની પરિસ્થિતિ કદાચ ના પણ ઉદ્દભવે. મસ્જિદો માં નિયમોસર લોકો જ નમાજ પઢતા હતા અને મસ્જિદોની રોનક જાણે છીનવાઈ ગઈ હતી. દરેક ઘર નમાજો અને બંદગીથી આબાદ જણાતા હતા. અલ્લાહ તબારક વ તઆલા એ દરેક ઘરોને આબાદ કરી દીધા હતા. અલ્લાહ તમામ લોકોની બંદગી કબૂલ ફરમાવે. આ સાથે તમામ બિરાદરોને હૃદયના ખૂણા માંથી ઈદ ની મુબારકબાદ પેશ કરીએ છીએ.
Leave a Reply