ટંકારીઆમાં ચૈતર વસાવાની પધરામણી થઇ
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ-આપ ના સંયુક્ત ઉમેદવાર તરીકે જાહેર થયેલા ચૈતર વસાવા આજરોજ રવિવારે બપોરે ૧૨ વાગ્યે ટંકારીઆ ગામમાં જાહેર મુલાકાતે આવ્યા હતા. ગ્રામજનો તરફથી સારો એવો આવકાર મળ્યો હતો. ચૈતર વસાવા કોંગ્રેસ-આપ ના સંયુક્ત ઉમેદવાર હોય ટંકારીઆ ગામના કોંગ્રેસ પક્ષના નેતાઓ પણ હાજર રહ્યા હતા, જેમાં મકબુલ અભલી, અબ્દુલ્લાહમાંમાં ટેલર, હનિફમાસ્ટર પાવડીયા ઉપરાંત માજી સરપંચ ઝાકીર ઉમટા તથા આજુબાજુના ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

TANKARIA WEATHER
Leave a Reply