Progressive Tankaria… Another Development Work…
ટંકારીઆ નવસર્જન વિકાસ પેનલ દ્વારા હાલમાં ૧૫માં નાણાપંચ સને ૨૦૨૧/૨૨ ની ગ્રાન્ટ માંથી મંજુર થયેલા કામોમાંથી ટંકારીઆ કબીર સ્ટ્રીટમાં આશરે ૨,૮૦,૦૦૦/- ની રકમનું પેવર બ્લોકનું કામ પૂર્ણ કરવામાં આવેલ છે. આ કામની સંગે બુનિયાદ ત્યાંના સ્થાનિક રહીશો તેમજ સરપંચ તથા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. ગ્રામપંચાયતે આ કામ ઘણીજ સુંદરતા સાથે પૂરું કર્યું હતું. આ વિકાસના કામમાં જે લોકો સહભાગી થયા હતા તે તમામનો ગ્રામ પંચાયત સરપંચ ઝાકીરહુસેન ઉમતા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આગળ પણ વિકાસના કામોમાં સાથ સહકાર આપે એવી અપેક્ષા સાથે.

TANKARIA WEATHER
Leave a Reply