લુપ્ત થઇ રહેલી ટંકારીઆ ની રોનક
રમઝાન શરીફનો મહિનો ચાલુ થઇ ગયો છે. અલ્લાહ ના ફઝલો કરમથી આજે ૩ રોઝા પુરા થઇ ગયા છે. પરંતુ ટંકારીઆ ના બઝારમાં જે મગરીબની નમાજ બાદની રોનક વર્ષો પહેલા હતી તે એકદમ લુપ્ત થવાના આરે આવી છે. હવે પહેલા જેવી ભીડભાડ થતી નથી, ગણ્યા ગાંઠ્યા બાળકો ની હાજરી જોવા મળે છે. અને પ્રણાલીગત ચણા – બટાકા ના ધંધા વાળાઓ પણ એકદમ શાંતિથી બેઠેલા નઝરે પડે છે. એક જમાનો એવો હતોકે રોઝા બાદ મગરીબની નમાજ બાદ તમોને બઝારમાં પગ મુકવાની પણ જગ્યા મળતી ના હતી તેનાથી વિપરીત હવે બઝાર બાળકોની ચીચીયાળી વિના એકદમ શાંત ભાસે છે.
જાને કહાં ગયે વો દિન ………………..




TANKARIA WEATHER
Leave a Reply