Ramazan Mubarak

હિજરી સન નો ૯ મોં મહિનો એટલે કે “રમઝાન”. રમઝાન શરીફના પ્રારંભને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. અને માહે રમઝાન લગભગ આજે રાત્રિથી જ શરુ થવાના એંધાણ છે. અલ્લાહ તબારક વ તઆલા એ આપણને આ મુબારક મહિનો નશીબ કર્યો તે બદલ અલ્લાહનો કરોડો વખત શુક્ર અદા કરીએ છે. ગત વર્ષે કોરોનાની મહામારીમાં આપણા ગામમાંથી સેંકડો લોકો અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા હતા. અલ્લાહ તેમને તથા ઉમ્મતના તમામ મર્હૂમોને જન્નતમાં આલા જગા અતા કરી તેમની મગફિરત કરે. આમીન…..
અલ્લાહ આપણને તેની બંદગી, રોઝા, ઝકાત, સદકો, ઈબાદતો, પવિત્ર કુરાન ના પઠન કરવાની તૌફીક આપે. અલ્લાહ આપણા તમામ ગુન્હાઓને માફ કરી તેની રહેમતના સાયા માં પનાહ આપે એવી દિલી દુઆઓ સાથે તમામને રમઝાન ની તમામ ખુશીઓ, બરકતો અતા કરે. આપ તમામ અમારા માટે પણ દુઆઓ ગુજારશો એવી અભ્યર્થના સાથે “રમઝાન મુબારક”.

The ninth month of the Hijri year is “Ramadan”. Counting hours are left for the start of Ramzan Sharif. And Ramadan is set to begin almost tonight. We thank Allah millions of times for giving us this blessed month of Ramzan. Hundreds of people from our village reached the mercy of Allah in the Corona epidemic last year. May Allah bless them and the deceased of all the ummah with a place in Paradise and forgive them. Ameen …..

May Allah grant us the grace to perform Roza, Zakat, Sadaqah, Ibadat, recitation of Holy Quran. May Allah forgive all our sins and give us all the joys and blessings of Ramadan with heartfelt prayers for refuge in the shadow of His mercy. “Ramzan Mubarak” with the request that all of you will also pray for us.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*