બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ ના મેદાન પર ફાઇનલ મેચ માં કરજણ નો વિજય

ભરૂચ તાલુકાના ગ્રામ્ય કક્ષાના એક માત્ર ટર્ફ વિકેટ ધરાવતા ક્રિકેટ મેદાન પર બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સંચાલિત નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ ગત રવિવાર ના રોજ કે.જી.એન. ટંકારીઆ તથા કરજણ વચ્ચે રમાઈ હતી. જેમાં કરજણ ની ટિમ વિજય નીવડી હતી.
૩૦ ઓવેર ની આ ફાઇનલ માં પ્રથમ દાવ માં કરજણ ના ૧૬૮ રન થયા હતા જેના જવાબમાં ટંકારીઆ કે.જી.એન. માત્ર ૧૨૮ માં ઓલ આઉટ થઇ જતા કરજણ ની ટિમ નો વિજય થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*