1 2 3 4

આજે સમગ્ર ભરૂચ જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અને આગામી ૫ દિવસ સુધી આવી પરિસ્થિતિ રહી શકે છે એવું હવામાન ખાતાએ જાહેર કરતા ભરૂચ કલેક્ટરે વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષાને લઈને આજે જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં જાહેર રજા ઘોસિત કરી છે. જિલ્લા વડાએ એમ પણ જણાવ્યું છે કે, બિનજરૂરી ઘરથી બહાર ન નીકળવાની સલાહ પણ જાહેર કરી છે. જોકે આજે વહેલી સવારે ભારે વરસાદ ખાબક્યો હતો, પરંતુ આ લખાણ લખાય છે ત્યારે [સવારે ૧૦:૩૦ કલાકે] નજીવી વરસાદની છાંટો ચાલુ છે. પરંતુ વાદળોની પરિસ્થિતિ જોતા વરસાદ ગમે ત્યારે ખાબકી શકે છે. ભરૂચ તાલુકાના ઉત્સાહી મામલતદાર માધવીબેન મિસ્ત્રી પણ આ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. અને ગામે ગામ સતત સંપર્કમાં રહે છે. ટંકારીઆ ગામના ડેપ્યુટી સરપંચ સફવાન ભુતાએ પણ ગામ લોકોને જરૂરત વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે (અને ખાસ કરીને નાના બાળકોને). જિલ્લા તંત્ર પણ એકદમ સાવધપણે આ પરિસ્થિતિને પહોંચી વળવા યુદ્ધના ધોરણે લાગી ગયું છે.
અલ્લાહ રહેમત નો વરસાદ નાઝીલ કરે એવી દુઆ.

DELAWALA ILYAS MUSA VALI passed away…………Inna Lillahe Wainna Ilayhe Rajeun. He died after falling from a motorcycle near the Bharuch bypass. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. 

Namaj e janaja will held at Hashamshah [RA] graveyard after Asr prayer. 

હો હમારા કામ ગરીબોકી હિમાયત કરના દર્દમંદો સે ઝઈફોંસે મહોબ્બત કરના

ટંકારીયા તેમજ આજુબાજુના ગામના વહાલા ભાઈઓ  બહેનોને જણાવવાનું કે… તાજેતરમાં પડેલા ભારે વરસાદના લીધે નવસારી અને વલસાડના અંદરના દરિયા કિનારાના ગામડાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. આશરે ૪૦ ઈંચ જેટલા ધોધમાર વરસાદને લીધે લોકોની ઘરવખરીનો સામાન, કિંમતી ચીજ-વસ્તુઓ અને ધંધા-રોજગારને ભારે હાનિ પહોંચી છે.

મુશ્કેલ સમયમાં આપણી ફરજ સમજી જે ભાઈબહેનો પોતાની સ્વૈચ્છિક ઈચ્છાથી, ઝકાત, સદકો, કે લિલલ્લાહની રોકડ રકમ મદદ કરવા માંગતા હોય, તેમજ ઘરવખરીની ચીજવસ્તુઓ, કીચનનો જરૂરી સામાન અથવા અનાજ, કપડાં, વાસણોપ્લાસ્ટિક, બ્લેન્કેટ કે અન્ય કોઈપણ જરૂરી વસ્તુઓ દિલ ખોલીને અસર ગ્રસ્ત ભાઈબહેનોની રીતે મદદ કરવી આપણી ફરજ છે. માનવતા ની નિશાની છે.

👉​જે કોઈ ભાઈબહેનો કે સજ્જન કે સંસ્થા રાહતફંડમાં ભાગીદાર થવા ઈચ્છતા હોય, તેઓ નીચે આપેલા નંબરો પર સંપર્ક કરવા નમ્ર વિનંતી છે. તમારા દ્વારા આપેલી મદદ યોગ્ય માણસ સુધી પહોંચાડવામાં આવશે.

મદદ પહોંચાડવા માટે સંપર્ક કરો

૧. મુસ્તુફા ઇસ્માઇલ ખોડા   મોં. : ૯૪૨૬૧ ૧૨૨૫૦

૨. મુસ્તાક સુલેમાન દૌલા  અશરફી ઝેરોક્ષ સેન્ટર મોં.: ૯૯૯૮૨૬૯૫૩૯

૩. હાફેજી હનીફભાઈ વલી ભુતા kk  હોલસેલર  મોં.: ૯૭૩૭૨ ૨૨૭૯૮

૪.​ગુલામ સાહેબ બટલી   મોં.:  ૯૬૦૧૪ ૩૪૫૫૨

૫.​સરફરાજ ઘોડીવાલા  – અલીફ કોલડ્રિંક્સ  મોં.: ૯૩૭૬૧ ૧૫૦૬૫

૬.ઈલ્યાસભાઈ હલાલત  મોં.: ૯૪૨૭૪ ૭૯૮૮૦

૭. ઈકબાલભાઈ સાપા  મોં.: ૭૦૧૬૮ ૪૯૯૮૪

૮. આસિફ આદમહાજી ભુતા   મોં.:  ૭૬૯૮૪ ૩૪૪૭૪

૯.​ રફીક ભાઈ લારીયા   — મોં.: ૭૩૫૯૧ ૨૯૮૨૦

૧૦ .ઇકરામ યાકુબ કાજીબૂ  મોં.: ૯૧૩૭૨ ૦૩૨૩૫

૧૧. ​શરીફ ભાઈ રેઠડા    મોં.:  ૯૯૦૪૪ ૩૨૨૩૪

૧૨. બચુ ભાઇ ડેલાવાલા  મોં.:  ૯૮૨૪૧ ૮૩૫૯૨

૧૩. સાજિદ યાકુબ ભીમ  મોં.:  ૯૪૨૮૬ ૮૭૮૫૦

૧૪. યુસુફભાઇ ઢીલ્યા   મોં.:  ૯૦૧૬૫૩૧૫૭૯

આજે સવારથી જ મેઘો ભરપૂર વરસી રહ્યો છે અને ટંકારીઆ તથા આજુબાજુના ગામો જળબમ્બાકાર થઇ ગયા છે. ભરૂચ અને પાલેજ તરફ જવાના રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર લગભગ ઠપ્પ થઇ જવા પામ્યો છે. ટંકારિયાનું પાદર મોટું સરોવર બની ગયું છે. નીચાણવાળા વિસ્તારોની દુકાનોમાં કેડ સુધીના પાણી ભરાઈ ગયા છે. બાળકો પાણીમાં છબછબિયાં કરતા નજરે પડ્યા છે. બાળકો તો બાળકો પરંતુ દરેક વયના લોકો પાદરમાં ભરાયેલા પાણીમાં મજા લેતા નજરે પડ્યા હતા. આ લખાય છે ત્યારે પણ [અસર ની નમાજ બાદ] વાદળ છવાયેલું જ રહ્યું છે અને હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ આવતા ૨૪ કલાકમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે [અલ્લાહ ચાહશે તો]. ભૂખી ખાદી ઓવરફ્લો થતા રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર અને જન જીવન પર ભારે અસર વરતાઇ રહી છે. જોકે ખેડૂતોના કપાળે ખેંચાયેલી ચિંતાની લકીરો હાલ પૂરતી દૂર થતી જણાઈ છે. 

HAJI ISMAIL ADAM SAPA [KNOWN AS ASULMAMA][FATHER OF ILYAS – MOHAMMED SAPA] passed awayat Bharuch. Inna Lillahe Wainna Ilayhe Rajeu. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard Tankaria at 3pm today. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameeen,,,,,,,

Video (1.1) B Buzz Media (UK & India) – Instagram bbuzzbharuch દ્વારા શેર કરવામાં આવેલ e-Book લોન્ચિંગ કાર્યક્રમનો Video

Video (1.2) B Buzz Media (UK & India) – Instagram rajafaruk_mfaruk_ugharadar દ્વારા શેર કરવામાં આવેલ e-Book લોન્ચિંગ કાર્યક્રમનો Video

વિડિયો 1.1 અને  1.2 જોવા માટે ઉપર આપેલ લિંક પર ક્લિક કરો.

B Buzz Media (UK & India) – Facebook. e-Book લોન્ચિંગ કાર્યક્રમનો Video જોવા માટે Facebook લિંક.
Facebook વિડિયો જોવા માટે ઉપર આપેલ લિંક પર ક્લિક કરો. 



વિશ્વભરના યુવાનો માટે પ્રેરણાનો નવો દીપસ્તંભ: B Buzz Media UK & INDIA દ્વારા ‘કારકિર્દીની નવી ક્ષિતિજો’ e-Bookનું ભવ્ય લોન્ચિંગ

e-Book Launching

કારકિર્દીની નવી ક્ષિતિજો
પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ, રિફાઇનરી, મેટ્રો, સ્ટેડિયમ, એરપોર્ટ અને અન્ય ઉદ્યોગો

Author: Nasirhusen Lotiya
Published By: World Bharuchi Vahora Federation  

Book (1) કારકિર્દીની નવી ક્ષિતિજો
(પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ, રિફાઇનરી, મેટ્રો, સ્ટેડિયમ, એરપોર્ટ અને અન્ય ઉદ્યોગો)
‘કારકિર્દીની નવી ક્ષિતિજો’ પુસ્તક ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલી લિંક પર ક્લિક કરો.

 


એક પુસ્તક… જે કદાચ તમારા જીવનની દિશા બદલી શકે!

આજના અત્યંત સ્પર્ધાત્મક યુગમાં માત્ર ડિગ્રી પૂરતી નથી; વૈશ્વિક દૃષ્ટિકોણ, સતત શીખવાની તલપ અને મોટા સપનાઓ જોવાની હિંમત જ સાચી સફળતાનો માર્ગ બનાવે છે. આ જ વિચારને કેન્દ્રમાં રાખીને B Buzz Media UK & INDIA દ્વારા જાણીતા લેખક, આંતરરાષ્ટ્રીય ટેક્નિકલ પ્રોફેશનલ અને World Bharuchi Vahora Federation (WBVF) સાથે સંકળાયેલા નાસીરહુસેન લોટીયાની પ્રેરણાદાયી e-Book કારકિર્દીની નવી ક્ષિતિજો’નું લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે.

B Buzz Media UK & INDIAનું માનવું છે કે આજના યુવાનોને માત્ર કારકિર્દી વિશે માહિતી નહીં, પરંતુ વૈશ્વિક દૃષ્ટિકોણ, આત્મવિશ્વાસ અને પ્રેરણાની પણ જરૂર છે. ‘કારકિર્દીની નવી ક્ષિતિજો’ એ જ ખાલીપો પૂર્ણ કરતું એક અનોખું અને સમયોચિત પ્રકાશન છે. આ e-Book ફક્ત ઈજનેરોને જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ, યુવાનો, વાલીઓ, શિક્ષકો તેમજ પોતાના જીવનમાં નવી દિશા શોધી રહેલા દરેક વાચક, યુવાન અને યુવતીઓ માટે પ્રેરણાનો અમૂલ્ય સ્રોત બની શકે છે.

પુસ્તકના લેખક નાસીરહુસેન લોટીયાએ પોતાના આંતરરાષ્ટ્રીય કારકિર્દીના અનેક વર્ષોમાં ભારત, ગલ્ફના દેશો અને અમેરિકામાં કામ કર્યું તે પૈકી વિશ્વકક્ષાના એરપોર્ટ, રિફાઇનરી, પેટ્રોકેમિકલ પ્લાન્ટ જેવા મેગા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ અને  ઉત્પાદન  ક્ષેત્રમાં કાર્ય કરતાં મેળવેલા વાસ્તવિક અનુભવો ઉપરાંત તેમના સહકર્મચારીઓ અને અન્ય યુવા ઇજનેરોની કારકિર્દીની સફળ સફર સરળ, જીવંત અને પ્રેરણાત્મક ભાષામાં રજૂ કર્યા છે.

 e-Book ‘કારકિર્દીની નવી ક્ષિતિજો’ ના લોન્ચિંગ પ્રસંગે લેખક દ્વારા આપવામાં આવેલી માહિતી

આ e-Book માત્ર કારકિર્દી માર્ગદર્શન આપતું પુસ્તક નથી; તે યુવાનોને સ્થાનિક વિચારસરણીમાંથી બહાર લાવી સમગ્ર વિશ્વને પોતાની કાર્યભૂમિ તરીકે સ્વીકારવાની પ્રેરણા આપે છે. પુસ્તકનો મુખ્ય સંદેશ સ્પષ્ટ છે

વિશ્વ તમારા જન્મસ્થળને નહીં, પરંતુ તમારી પ્રતિભા, કુશળતા, પ્રામાણિકતા અને કાર્યને ઓળખે છે.

લેખક જણાવે છે કે “આ પુસ્તક મેં લખ્યું નથી—મેં તેને જીવ્યું છે. મેં જે લખ્યું છે તે પુસ્તકોમાંથી મેળવેલું જ્ઞાન નથી; જે પાઠો અહીં રજૂ કર્યા છે, તે પુસ્તકોમાં વાંચેલા નહીં, પરંતુ જીવનના સંઘર્ષ, સતત મહેનત, સફળતા-નિષ્ફળતામાંથી મળેલી શીખ અને અડગ વિશ્વાસથી, ભારત, ગલ્ફના દેશો અને અમેરિકામાં દરરોજના ૧૨-૧૩ કલાકો, હા સતત ૧૨-૧૩ કલાકો કામ કરતાં મેળવેલા અનુભવોનું પ્રતિબિંબ છે. હું જે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તે મેં જાતે અનુભવ્યું છે.  હું જે પ્રેરણા આપું છું, તે મારા પોતાના જીવનપ્રવાસમાંથી જન્મી છે. કદાચ આ જ વાત આ પુસ્તકને અન્ય પુસ્તકો કરતાં અલગ અને વધુ વિશ્વસનીય બનાવે છે.” આ પુસ્તક દરેક વાચકને માત્ર માહિતી આપતું નથી, પરંતુ આત્મવિશ્વાસ, નવી દિશા અને વૈશ્વિક વિચારસરણી પણ આપે છે.

પુસ્તકમાં સમાવિષ્ટ દરેક ફોટોગ્રાફ એક મૌન સંદેશ આપે છે કે સામાન્ય પરિવારમાંથી આવેલ યુવાન પણ વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ સુધી પહોંચી શકે છે. સફળતા કોઈ ખાસ શહેર કે દેશની મિલકત નથી; તે મોટા સપનાઓ જોનાર અને સતત પ્રયત્ન કરનાર દરેક વ્યક્તિનો અધિકાર છે. લેખકનું માનવું છે કે જીવનમાં કેટલીક તકો માત્ર એક જ વાર મળે છે અને ક્યારેક એક પુસ્તક, એક વિચાર અથવા એક યોગ્ય નિર્ણય સમગ્ર જીવનની દિશા બદલી શકે છે. જો આ પુસ્તક વાંચ્યા પછી કોઈ એક યુવાનના મનમાં પણ હું પણ કરી શકું છું એવો આત્મવિશ્વાસ જન્મે, તો આ પુસ્તક લખવાનો હેતુ સફળ ગણાશે.

લેખકનો પ્રેરણાદાયી સંદેશ

મોટાં સપનાં જોનારાઓ જ દુનિયાને નવી દિશા આપે છે. ડિગ્રી કારકિર્દીની શરૂઆત છે, જ્યારે સતત શીખતા રહેવું તેની સાચી ઊંચાઈ છે. કદાચ આ પુસ્તકનું એક પાનું જ તમારા જીવનની નવી ક્ષિતિજનો પ્રારંભ બની જાય.

B Buzz Media UK & INDIA તમામ વિદ્યાર્થીઓ, યુવાનો અને વાચકોને આ પ્રેરણાદાયી e-Book અવશ્ય વાંચવા અનુરોધ કરે છે. કદાચ આજનો એક નાનકડો નિર્ણય આવતીકાલની વૈશ્વિક સફળતાની શરૂઆત બની શકે.

 કારકિર્દીની નવી ક્ષિતિજો પુસ્તકની PDF ફાઈલ ડાઉનલોડ કરવા MY Tankaria વેબસાઈટની આ લિંકનો ઉપયોગ કરો.  https://www.mytankaria.com/people/career-guidance

– B Buzz Media UK & INDIA

 


‘કારકિર્દીની નવી ક્ષિતિજો’ પુસ્તક ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો.

1 2 3 4