ગત રવિવારે ટંકારીઆ સ્થિત બારીવાલા ગ્રાઉન્ડ ખાતે એમ.એ.એમ. ઇંગ્લિશ મીડીયમ હાઈસ્કૂલમાં ધોરણ ૧૧ અને ૧૨ ના ઇંગ્લિશ મીડીયમના નવા વર્ગો શરૂ કરવા માટે જરૂરી ફંડ એકત્ર કરવાના શુભ હેતુથી ભવ્ય ચેરિટી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચ ભરૂચ સીટી લિજન્ડ અને ભરૂચ રૂરલ લિજન્ડ વચ્ચે રમાઈ હતી, જેમાં ભરૂચ રૂરલ લિજન્ડ ટીમે રોમાંચક મુકાબલામાં વિજય હાંસલ કર્યો હતો.

મેચનો ટૉસ કોંગી અગ્રણી સુલેમાનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એક સમયના ધુરંધર ક્રિકેટરો અને અંગત મિત્રો એવા માજી ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ દંડક તેમજ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ અને સેક્રેટરી ઇસ્તિયાક પઠાણે પ્રથમ દાવમાં ઓપનિંગ કરી આક્રમક શરૂઆત કરી હતી. દુષ્યંત પટેલે માત્ર ૨૪ બોલમાં ૩૯ રનની ઝળહળતી ઇનિંગ રમી વર્ષો પહેલાંની એમની રમતની યાદ અપાવી  હતી. તેઓની આ સુંદર રમત બદલ તેમને  “બેસ્ટ બેટ્સમેન” ની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અત્યંત રોમાંચક બનેલી આ મેચમાં  ભરૂચ સીટી લિજન્ડ ટીમે ૨૦ ઓવરમાં ૧૪૨ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભરૂચ રૂરલ લિજન્ડે છેલ્લી ઓવરના ફક્ત બે બોલ બાકી હતા ત્યારે ચાર વિકેટે લક્ષ્યાંક પાર કરી ભવ્ય વિજય નોંધાવ્યો હતો.

ભરૂચ સીટી લિજન્ડ તરફથી કેપ્ટન દુષ્યંતભાઈ પટેલ, ઇસ્તિયાકભાઈ  પઠાણ, મનીષ નાયક, બાબુભાઈ મોદી, વિપુલ ઠક્કર, કિશોર પટેલ, હનીફ ભજ્જુવાલા, આરીફ મિન્હાઝ, સુધીરભાઇ, હારુન હેન્ડી, રીચી દેસાઈ, હન્નુ તથા સરફરાઝ તેજખાન પઠાણ જેવા એક વખતના હોનહાર લિજન્ડ ખેલાડીઓએ રમતમાં ભાગ લઈ પોતાની રમતો દ્વારા યુવા ક્રિકેટરોને પ્રેરણા આપી હતી. જ્યારે ભરૂચ રૂરલ લિજન્ડ તરફથી હારુન ઘોડીવાલા, મુસ્તાક ટટ્ટુ ઉર્ફે ટાઈગર, રહેમત માસ્ટર, ફારૂક માતર, આસિફ પઠાણ, સઈદ કંથારીયા, રહેમત ધોરીવાલા, મુસ્તાક લાંગીયા, તૌસીફભાઈ વાગરા, ઈકરામ માલજી, મુનાફ દિવાળી, મુબારક સાપા તથા મુસ્તાક દૌલા સહિતના ખેલાડીઓની રમતે પ્રેક્ષકોને આનંદિત કરી દીધા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એમ.એ.એમ. ઇંગ્લિશ મીડીયમ શાળાના પ્રમુખ ઇશાક માસ્ટર પટેલે ટૂંકા વક્તવ્યમાં જણાવ્યું હતું કે ટંકારીઆ તેમજ આજુબાજુના ૧૬ ગામોના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અહીં અભ્યાસ કરે છે અને આ પ્રયાસ શિક્ષણક્ષેત્રે મહત્વપૂર્ણ સાબિત થશે.

દુષ્યંત પટેલે પોતાના ભાવુક પ્રવચનમાં જણાવ્યું હતું કે આજની મેચ માત્ર રમત નહીં પરંતુ ફ્રેન્ડશિપ અને ફેલોશીપનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે બારીવાલા ગ્રાઉન્ડના ભારોભાર વખાણ કર્યા અને જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં ક્રિકેટનું ભરપૂર ટેલેન્ટ છે, જે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચે તે માટે પ્રયત્ન જરૂરી છે. ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે જિલ્લાના ખેલાડીઓને હંમેશા પ્રાધાન્ય આપવાનો તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સાથે જ ક્રિકેટ દ્વારા વિકસેલો ભાઈચારો સતત જળવાઈ રહે તે માટે ખાસ આગ્રહ  કર્યો હતો.

૨૪ ગામ પાટીદાર સમાજના પ્રમુખ શૈલેષ પટેલ ચાવજવાળાએ ટંકારીઆ ગામના વખાણ કરતા કહ્યું હતું કે અહીં કોઈ ભૂખ્યો આવે તો ભૂખ્યો પાછો નથી જતો. શિક્ષણ માટે રમાતી ચેરિટી મેચનું મહત્વ અનેકગણું વધી જાય છે એમ તેમણે ઉમેર્યું હતું. સામાજિક અગ્રણી અબ્દુલ્લાહ કામઠીએ પોતાના પ્રવચનમાં ટંકારીઆ અને આસપાસના ગામોમાં પરસ્પર સહકારની પ્રશંસા કરી તથા અગાઉ યોજાયેલી ત્રણ ચેરિટી મેચોનો ઉલ્લેખ કરી માહિતી આપી હતી. 

આ કાર્યક્રમમાં હાજર રહેલા વરિષ્ઠ મહેમાનોમાં સુલેમાન પટેલ જોલ્વાવાળા, આસિફ ખોજબલ, બાબુભાઇ પરફેક્ટ, અઝહર ભીખા, અય્યુબમાસ્ટર વોરાસમનીવાળા, મુસ્તાકભાઈ સાપા, સાદિક લવલી, રણજી ક્રિકેટર લુકમાન મેરીવાળા, રતિલાલ પરમાર, સાજીદ સાઈદા, ગામ ટંકારીઆના ડેપ્યુટી સરપંચ સફવાન ભુતા, અલ્તાફ ચટક, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તથા દાઉદ હવેલીવાળા ઉપરાંત સઇદ બાપુજી, યુસુફ ઇસ્માઇલ ઘોડીવાલા, ઇશાકમાસ્ટર પટેલ, યાકુબ બોડા, નાસીરહુસેન લોટીયા, માજી સરપંચ આરીફ પટેલ, ઉસ્માન લાલન, ગુલામ સાહેબ ઇપલી, બિલાલ લાલન, યુસુફ ઢીલ્યા, ઇકબાલ સાપા,સઈદભાઈ બાબરીયા, યાસીન શંભુ તેમજ વિદેશથી પધારેલા સલીમ વરુ, અલ્તાફ બાપુજી, ફારૂક ડેલાવાળા, અફરોઝ અશરફી, સોયેબ ગોદર તથા ભરૂચ જિલ્લાની સોસીયલ મીડિયાની આખી ટીમ તથા મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ સહિત અનેક મહેમાનો, સામાજિક આગેવાનો, વિદેશથી આવેલા મહેમાનો તથા મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ હાજર રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અબ્દુલ્લાહ કામઠી અને માજી સરપંચ ઝાકીર ઉમતા દ્વારા એમના આગવા અંદાજમાં કરવામાં આવ્યું હતું. આજની મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેને દેશ વિદેશમાં અનેલ લોકોએ નિહાળ્યું હતું. રમત દરમિયાન લાઈવ કોમેન્ટ્રી સફ્વાનભાઈ ભૂટા, આરીફભાઈ બાપુજી અને અલ્તાફભાઇ પરીયેજવાલા દ્વારા કરી રમતની સાથે સાથે સુંદર મનોરંજન પૂરું પાડ્યું હતું. આ ચેરિટી મેચનું સફળ આયોજન જુનેદ ટીચચુક, આરીફ બાપુજી, વસીમ પાટીદાર, સઈદભાઈ બારીવાલા, ઝુબેર બારીવાલા, શફીક પટેલ અને સાદિક ટીચચુક દ્વારા કરવામાં આવ્યું હતું. મેચ જે હેતુ માટે યોજાઈ હતી તે હેતુ માટે દેશ-વિદેશથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો.

 

ટંકારીઆ ગામના  મોટા પાદરમાં એક અતિ સુંદર સર્કલનું નિર્માણ થયું છે.
Video જોવા માટે ઉપરની લિંક પર ક્લિક કરો.

ટંકારીઆ ગામના દાનવીર હાજી આદમભાઇ લાલી સાહેબના દાનથી ટંકારીઆ ગામના  મોટા પાદરમાં એક અતિ સુંદર સર્કલનું નિર્માણ થયું છે. તા. ૨૬/૦૧/૨૦૨૬ ના રોજ આ સર્કલનું ઉદ્ઘાટન હાજી આદમભાઇ લાલી સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. ઝળહળતી રોશનીમાં રંગબેરંગી કલર સાથેના આ ધ્યાનાકર્ષક સર્કલે ટંકારીઆ ગામના પાદરના મધ્યમાં એક આગવી છાપ ઊભી કરી ગામની રોનકમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ગામના નાયબ સરપંચ સફવાન યાકુબ ભૂટાના પ્રયાસો અને નેતૃત્વને કારણે આ સર્કલ ખૂબ જ ટૂંકા ગાળામાં તૈયાર  થયું હતું. ડો. ઇકરામ બચ્ચાનો પણ આ કામમાં સાથ સહકાર મળ્યો હતો. ઉદ્ઘાટન દરમિયાન, મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હાજી આદમભાઈ લાલી સાહેબનો આભાર  માન્યો હતો.

With the donation of Haji Adambhai Lali Saheb, a philanthropist of Tankaria village, an iconic circle has been built in the padar of Tankaria village. On 26/01/2026, this circle was inaugurated by Haji Adambhai Lali Saheb. This eye-catching circle with colourful and dazzling lights has created a unique impression in the middle of the padar of Tankaria village and has added four moons to the charm of the village. Due to the efforts and leadership of the village deputy sarpanch, Safwan Bhuta, this circle was ready in a very short period of time. Dr Ikram Bachcha also got cooperation in this work. During the inauguration, a large number of villagers attended and thanked Haji Adambhai Lali Saheb.

આજ રોજ આપણાં રાષ્ટ્રીય પર્વ એવા ૭૭ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ટંકારીઆ કુમાર શાળાના પટાંગણમાં કુમાર શાળા અને બ્રાન્ચ કન્યા શાળાના સંયુક્ત પ્રયાસોથી ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો. આપણાં ગામના પનોતા પુત્ર અને હંમેશા ગામના દરેક ક્ષેત્રના વિકાસ માટે મદદરૂપ થવા માટે તત્પર રહેતા ઉત્તમ કક્ષાના દાનવીર એવા શ્રી આદમસાહેબ લાલીના પ્રમુખપણા હેઠળ અને ભણેલી દીકરી ડૉ.રોઝમીના અભલીની વિશેષ હાજરીમાં આ પ્રસંગ ઉજવવામાં આવ્યો.

ધ્વજવંદન બાદ હાજર મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી શાળા પરિવાર દ્વાર સન્માન કરવામાં આવ્યું.તાલુકા પંચાયત સભ્ય અને હંમેશા લોકોપયોગી કામો માટે તૈયાર રહેતા શ્રી અબ્દુલમામા ટેલર અને જોશીલા અને બાહોશ ઉપસરપંચ શ્રી સફવાન ભૂતાએ પોતાના વ્યક્તવ્યમાં બાળકોને ઉપલબ્ધ સુવિધાઓનો સુયોગ્ય ઉપયોગ કરી ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરી પોતાનું,પોતાના કુટુંબનું અને ગામનું નામ રોશન કરવા હાકલ કરી.શ્રી આદમ અંકલ લાલીએ પોતાના ટૂંકા પ્રવચનમાં બાળકોને ખૂબ સારું શિક્ષણ મેળવી દેશ માટે ઉત્તમ નાગરિક બનવાની અને માણસાઈવાળા માનવ બનવાની સલાહ આપી.

શાળાના આચાર્ય સાહેબ શ્રી શબ્બીર સાહેબ પટેલે ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો.શાળાના શિક્ષક શ્રી રફીક અભલીએ પોતાની આગવી શૈલીથી સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.અંતે ગામ પંચાયત દ્વારા આપવામાં આવેલ લાડુની વહેંચણી કર્યા બાદ સૌ છુટા પડ્યા.

Haji Adambhai Lali Saheb was honoured by Madam Manisha Manani – Provincial Officer and Sub Divisional Magistrate of Bharuch (પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભરૂચ) – in the presence of Madam Madhviben Mistry, the Mamlatdar of Bharuch, at Tavra near Bharuch on India’s Republic Day Function. This is an honour for the whole Tankaria community. Alhamdulillah.

“Best Dy. Sarpanch” was awarded to Safwan Bhuta by Madam Manisha Manani, the Provincial Officer and Sub Divisional Magistrate of Bharuch (પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભરૂચ), in the presence of Madam Madhviben Mistry, the Mamlatdar of Bharuch. This recognition was given for the commendable contributions of Tankaria village during the Taluka-level programme held at Tawara today.

ભારતના પ્રજાસત્તાક દિન નિમિત્તે ભરૂચ નજીક તવરા ખાતે ભરૂચના મામલતદાર મેડમ માધવીબેન મિસ્ત્રીની હાજરીમાં દાનવીર હાજી આદમભાઈ લાલી સાહેબનું ભરૂચના પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મેડમ મનીષા મનાણી દ્વારા એમના લોકોપયોગી સેવાના કામોની કદરરૂપે સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર ટંકારીઆ ગામ માટે આ ગૌરવની વાત છે. અલહમદુલિલ્લાહ.

ભરૂચના મામલતદાર મેડમ માધવીબેન મિસ્ત્રીની હાજરીમાં ભરૂચના પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ  મેડમ મનીષા મનાણી દ્વારા સફવાનભાઇ ભુટાને “શ્રેષ્ઠ નાયબ સરપંચ” પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આજે તવરા ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના કાર્યક્રમ દરમિયાન ટંકારીયા ગામના વિકાસમાં તેમના પ્રશંસનીય યોગદાન બદલ આ સન્માન આપવામાં આવ્યું હતું.

ગત રોજ રાત્રે ઈશાની નમાજ બાદ મોહમ્મદઆદિલ હાફેઝ મોહમદહનીફ ચાંડયાના શાદીના શુભ અવસરે મોટા પાદરમાં મુબીન અશરફીનો નાત નો પ્રોગ્રામ યોજાયો હતો.