MyTankaria વેબસાઈટના ચાર Admins ની ૧૮ વર્ષો પછી પહેલી મુલાકાત

 

Matin Manman, Mustak Daula, Nasirhusen Lotiya, Shakil Bha, Zakir Umta (Tankaria)


અબ્દુલભાઇ કામઠી, શકીલભાઇ ભા, મુસ્તાકભાઇ દોલા, નાસીરભાઇ લોટીયા, ઝાકીરભાઈ ઉમતા

મક્કામાં ગંભીર અકસ્માતનો ભોગ બનેલા મતીન ડૉ. બશીર મનમનના સાત મહિના પહેલાં જીદ્દાહમાં થયેલા ડાબા પગના પ્રથમ ઓપરેશન બાદ હાલમાં એ જ પગના ફરીથી બીજા ઓપરેશન માટે તેઓ ભારત આવ્યા હતા; બીજા ઓપરેશન બાદ તેઓ બેડ રેસ્ટ પર હતા. આ જ સમય દરમિયાન અમેરિકાથી શકીલ ભા પણ પોતાના માતૃગામ ટંકારીઆની મુલાકાતે આવ્યા, જ્યાં તેઓ પોતાના નવા નિર્માણાધીન મકાનના કામની દેખરેખ પણ રાખી રહ્યા છે.

આ બંનેની હાજરીમાં એક અદ્ભુત સંયોગ ઘટ્યો – ટંકારીઆ ગામની બે વેબસાઈટના શરૂઆતથી ઘણી લાંબી સફરના સાક્ષી રહેલા ચાર એડમિન મુસ્તાક  દૌલા, શકીલ ભા, નાસીરહુસેન લોટીયા અને મતીન મનમન બરાબર ૧૮ વર્ષો પછી પહેલીવાર અને તે પણ માતૃગામ ટંકારીઆમાં એકસાથે ભેગા થયા! મતીન મનમનના ઘરે રાત્રે જામેલી કેટલીક મેહફિલો અને અન્ય કાર્યક્રમોમાં એક સાથે હાજરી આપવાનો મોકો મળતાં જૂના દિવસોની વાતો ખીલી ઉઠી. માજી સરપંચ ઝાકીર ઉમતા પણ મહેફિલોમાં સતત જોડાયા. વેબસાઈટના પ્રારંભિક દિવસોની યાદો તાજી થઈ – જ્યારે દરરોજ સવારે આઈડિયાના એક દિવસના ૦૫ રૂપિયાના પ્લાનનું રીચાર્જ કરાવી, પાદર અશરફી ઝેરોક્ષની ઓફિસમાં બેસીને ન્યૂઝ અને બે-ચાર ફોટો અપલોડ કરવા કલાકોની રાહ જોવી પડતી હતી. આજના AI યુગ અને ઈન્ટરનેટની ૪૦-૧૦૦ MBPS ની સ્પીડની વાતો સાથે બધાએ આ યાત્રાને વાગોળી અને હસતાં-ખડખડાતાં જૂની મધુર યાદોને ફરી જીવંત કરી.

મતીન મનમન મક્કા શરીફના હરમ (મસ્જિદ અલ-હરમ)ના વિશાળ વિસ્તરણ પ્રોજેક્ટમાં સક્રિયપણે “પ્રોજેક્ટ એન્જિનિયર” તરીકે મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ હરમ શરીફના વિકાસના સાક્ષી છે. આથી હરમ શરીફ, પવિત્ર મક્કા શહેર અને સાઉદી અરેબિયામાં થઈ રહેલા વિશાળ વિકાસ કાર્યો વિશે ઘણી રસપ્રદ અને માહિતીપ્રદ ચર્ચા થઈ. મુસ્તાક  દૌલા,  શકીલ ભા અને ઝાકીર ઉમટાએ એમની ઉમરહ અને હજની સફરો દરમિયાન મતીન સાથેની મક્કા અને જીદ્દાહની મધુર યાદો તાજી કરી.

નાસીરહુસેન લોટીયા અને મતીન મનમન એ ૨૧મી સદીના પ્રથમ અને બીજા દાયકામાં દોહા (કતાર)ના નવા બનેલા હમદ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ જીદ્દાહ (સાઉદી અરેબિયા)ના નવા બનેલા કિંગ અબ્દુલઅઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવા વિશ્વસ્તરના આઇકોનિક પ્રોજેક્ટ્સમાં શરૂઆતથી અંત સુધી સાથે કામ કર્યું હતું. આ સમય દરમિયાન તેઓને જીદ્દાહમાં નવા નિર્માણાધીન દુનિયાના સૌથી ઉંચા “Jeddah Tower”(1000 meter ઉંચાઇ/ also known as the “Kingdom Tower”) ના ફાઉન્ડેશન બીમના કામોનું ઇન્સ્પેકશન કરવાનો અદભુત મોકો પણ મળ્યો. ઘણા વર્ષો સુધી એક સાથે રહેવાના અને સાઉદી અરેબિયાના “Healthy food” નો આનંદ માણવાના અનુભવો, તે સમયની ઘણી રસપ્રદ ઘટનાઓ અને કાર્યક્રમો વિશે પણ હૃદયસ્પર્શી વાતો થઈ.

આવી અનેક મધુર યાદો પૈકીની હાલમાં ફોટોના રૂપમાં ઉપલબ્ધ છે એવી હાથવગી થોડી ઝાંખી ટંકારીઆ વેબસાઈટના વાચકો સાથે શેર કરવાનું મન થયું. જૂની મિત્રતા, સંઘર્ષના દિવસો અને આજની સફળતાની આ ક્ષણો ખરેખર અમૂલ્ય છે!

Matin Dr Bashir Manman, who suffered a serious accident in Makkah, has come to India for his second operation of his left leg after the first operation in Jeddah seven months ago, and was on bed rest. During this time, Shakil Bha from America also visited his native village, Tankaria, where he is also supervising the work on his new under-construction house.

A wonderful coincidence occurred in the presence of these two – the four admins, Mustaq Daula, Shakil Bha, Nasirhusen Lotiya, and Matin Manman, who had witnessed the journey of the two Tankaria village websites, came together for the first time after exactly 18 years, and that too in Motherland Tankaria! The chance to go to a few evening gatherings at Matin Manman’s house and other social events helped the stories of the past grow. Former sarpanch Zakir Umta also regularly joined evening gatherings. Memories of the early days of the website came alive – when every morning after recharging Idea’s Rs 05 a day plan, we would sit in Ashrafi Xerox’s office in padar and wait for hours to upload news and a couple of photos. With today’s AI era and talk of internet speeds of 40-100 MBPS, everyone enjoyed the journey and relived the old sweet memories with a smile.

Matin Manman is currently holding the important responsibility of “Project Engineer” in the Makkah Haram Sharif project. He witnessed the development of Haram Sharif. This led to a very interesting and informative discussion about the Haram Sharif, the Holy City of Makkah, and the extensive development projects underway in Saudi Arabia. Mustak Daula, Shakil Bha, and Zakir Umta recalled sweet memories of Makkah and Jeddah with Matin during their Umrah and Hajj trips.

In addition, Nasirhusen Lotiya and Matin Manman worked together from start to finish on both the new airport projects of Doha (Qatar) and Jeddah in the first and second decades of the 21st century. During this period, they had a remarkable opportunity to inspect the foundation beam works of the “Jeddah Tower”, which, at 1,000 metres, is the tallest building in the world and is also referred to as the “Kingdom Tower”, currently under construction in Jeddah. There were also heart-warming talks about the experiences of living together for many years and enjoying the “healthy food” of Saudi Arabia, and many interesting events of that time.

We have many sweet memories available in the form of photos, and we felt like sharing a few glimpses with the readers of the Tankaria website. These moments of old friendships, days of struggle, and today’s success are truly priceless.

વેલ્ફેર હોસ્પિટલ ભરૂચના કાર્યક્રમમાં

વેલ્ફેર હોસ્પિટલ ભરૂચના કાર્યક્રમમાં

Shakil Bha, Zakir Umta, Nasirhusen Lotiya, Mustak Daula

હજ ૨૦૨૫ દરમિયાન જીદ્દાહમાં મતીનના ઘેર મતીન મનમન, સિરાજ ઘંટીવાલા, ઝાકીર ઉમતા

મક્કામાં ઉમરહની સફર દરમિયાન શકીલ ભા, ઇબ્રાહીમસાહેબ મનમન, મતીન મનમન

ઉમરહ પછી મક્કામાં શકીલ ભા અને મતીન મનમન