આજરોજ સમગ્ર રાજ્યના ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં ટંકારીઆ હાઈસ્કૂલ નું પરિણામ ૯૩% આવ્યું છે. એટલે કે કુલ ૫૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૪૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
ટંકારીઆ હાઈસ્કૂલના શિક્ષકોને ખુબ ખુબ અભિનંદન. ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને શાળાના માનદ મંત્રી અબ્દુલ્લાહ ભુતા તથા શાળાના આચાર્ય ગુલામભાઇ પટેલે અને શિક્ષકોએ ખુબખુબ અભિનંદન પાઠવ્યા હતા અને આગામી અભ્યાસક્રમોમાં પણ આ રીતે તનતોડ મહેનત કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. 

મદ્રસા એ મુસ્તુફાઈય્યાહ ટંકારીયાના તુલ્બાઓનો વાર્ષિક ઈનામી જલ્સો ગતરોજ ઈશાની નમાજ બાદ મોટા પાદર ખાતે યોજાયો હતો. નાના નાના ભુલકાંઓએ પોતાની વિવિધ દીની કૃતિઓ રજુ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.