1 6 7 8

વક્ફ એમેન્ડમેન્ટ બીલના વિરોધમાં ટંકારીઆમાં મુસ્લિમ સમુદાયના લોકોએ રાત્રે નવ થી સવા નવ વાગ્યા દરમ્યાન પોતાના ઘરોની તથા દુકાનોમાં લાઈટો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ સંગઠનો દ્વારા ૩૦ એપ્રિલે સાંજે નવ થી સવા નવ વાગ્યા સુધી પોતાના ઘરો તથા રોજગારની જગ્યાઓમાં લાઈટો બંધ રાખી વિરોધ કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વિરોધ નંધાવવા લાઈટો બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાદર અને બઝારમાં અંધારપટ છવાઈ ગયો હતો.

1 6 7 8