આપણા ગામના હુજ્જજો મદીનાથી મક્કા શરીફ આવી ગયા છે અને એમને પ્રથમ ઉમરાહ પણ સંપન્ન કરી લીધા છે. તમામ હુજ્જજોને ઉમ્મતે મુસલીમાં માટે દૂઆઓ કરવાની વિનંતી.

આજે સમગ્ર રાજ્યમાં એસ.એસ.સી. નું પરિણામ જાહેર થયું હતું. જેમાં જમિયતુલ બનાત ટંકારીઆ ગર્લ્સ હાઈસ્કૂલનું એસ.એસ.સી. નું પરિણામ ૯૭.૭૦% જાહેર થયું છે. કુલ ૮૭ વિદ્યાર્થીનીઓ પરીક્ષામાં બેઠા હતા જેમાંથી ૮૫ વિદ્યાર્થીનીઓ પાસ થઇ અને ૨ નાપાસ થઇ હતી. તમામને ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ.