1. ZUBEDA IBRAHIM HIRA UMICO [BARKALIA] has passed away at Canada. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen.
  2. HAJI YAKUB YUSUF ALLI BHALODA passed away in Bolton [UK]  Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen.

ટંકારીઆ ગામે યુ .કે. થી પધારેલા ‘અદમ’ ટંકારવી સાહેબ, ઈમ્તિયાઝ પટેલ વરેડીયાવાળા ઉર્ફ ટંકારવી, ઇસ્માઇલ સાહેબ ખૂણાવાળા, સાઉથ આફિકાથી પધારેલા મહેબૂબ સુલેમાન કડુજી, સાંસરોદ ગામના વતની અને દયાદરા હાઈસ્કૂલના શિક્ષક અને કવિ ઈમ્તિયાઝ મોદી (હાલમાં Ph. D કરી રહ્યા છે), ઇબ્રાહીમ સાહેબ પીર, ઝાકીરહુસૈન ઉમતા, નાસીરહુસૈન લોટીયાએ આજે વહેલી સવારે મારી (મુસ્તાક દૌલાની) ઓફિસની મુલાકાત લઇ એકદમ સાદા અંદાજમાં ચાની ચૂસકી લીધી હતી તેની આ તસ્વીરો છે. સૌ મહેમાનોએ ટંકારીઆની પ્રખ્યાત પાદરની ચા નો આસ્વાદ માણ્યો હતો. આ મહેફિલમાં ઈબ્રાહીમ સાહેબ મનમન અને શફીક ખાંધિયા પણ જોડાયા હતા. વર્ષ ૨૦૦૬ થી ટંકારીઆના પાદરમાં મારી ઓફિસ હોવાથી મારા અનુભવના આધારે હું દ્રઢપણે માનું છું કે ટંકારીઆ ગામમાં જેટલી ચા પીવાય છે એટલી ચા ભાગ્યે જ ગુજરાતના કોઈ ગામડામાં પીવાતી હશે. ટંકારીઆ ગામમાં વહેલી સવારથી શરૂ કરી મોડી રાત્રી સુધી ચાલતી ચાની દુકાનો જેમાં ફક્ત ટંકારીઆ ગામના જ નહીં પરંતુ અનેક ગામોના લોકો ચાની ચુસકી સાથે ઠેર ઠેર મહેફીલો જમાવતા નજરે પડતા હોય છે. ટંકારીઆ ગામમાં ચાની જેટલી દુકાનો અને લારીઓ છે એટલી દુકાનો અને લારીઓ ભાગ્યે જ ગુજરાતના કોઈ ગામડામાં હશે. ટંકારીઆ ગામના લોકો માટે કહેવાય છે કે તંગીના જમાનામાં પણ આ ગામના લોકો ઘરના પાછળના દરવાજે ઘરના વાસણો વેચીને પણ મહેમાનોની આગતા સ્વાગતા કરતા હતા. આ પરંપરા ચાલુ રાખીને આજે પણ ટંકારીઆ ગામમાં આવતા મહેમાનોને ચા પીવરાવ્યા વગર પાછા જવા દેવામાં આવતા નથી.

તો આવો ટંકારીઆના પાદરમાં અને માણો ચાની ચૂસકીનો સ્વાદ.

ગત શુક્રવારના રોજ સવારે ૧૦ કલાકે ટંકારીઆ કન્યાશાળામાં Nanhi Kali kit distribution નું આયોજન શાળાના હોલમાં રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન Nanhi Kali SA દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય, શાળાનો સ્ટાફ, Nanhi Kali PO તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, ઉસ્માન લાલન તેમજ વાલીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં બહારથી આવેલા મહેમાનો માં મુખ્યત્વે સાક્ષી મેડમ, કરિશ્મા મેડમ, પવનીશ સાહેબ, વરુણ સાહેબ, નિલેશ સાહેબ, નૂતન મેડમ અને શાળાના સી.આર.સી. નું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત, નાટક વગેરે મહેમાનો સમક્ષ રજુ કર્યું હતું. ત્યાર બાદ ને કીટ ડોનેટ કરવામાં આવી હતી.
અંતમાં અલ્પાહાર સાથે કાર્યક્રમની પુર્ણાહુતી થઇ હતી.

ગત ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ વિદ્યાગુરુ ફાઉન્ડેશન ખાતે ટંકારીઆ રત્ન ‘અદમ’ ટંકારવી સાહેબને પ્રતિષ્ઠિત ઉમાશંકર જોશી એવોર્ડથી સન્માનિત કરવા માટે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રખ્યાત આધ્યાત્મિક સંત મોરારીબાપુ દ્વારા પ્રતિષ્ઠિત લેખકો, કવિઓ, ઉદ્યોગપતિઓ, સામાજિક કાર્યકરો, ડોક્ટરો અને રાજકારણીઓ સહિતની પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીમાં અદમ ટંકારવીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગના ભાગરૂપે અદમ ટંકારવી, ઈમ્તિયાઝ પટેલ ઉર્ફ ટંકારવી, અબ્દુલભાઇ મક્કન, ઈબ્રાહિમસાહેબ પીર, વિદ્યાગુરુ ફાઉન્ડેશન હોસ્પિટલના માર્ગદર્શિત પ્રવાસમાં ભાગલીધો હતો.

1. Deliberation Program: M. A. M. English Medium School, Tankaria
2. Well Wisher’s Summit: The Tankaria High School, Tankaria
3. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા યોજાયેલા એન.આર.આઈ. ભાઈઓના સન્માન સમારોહના 05 Video
4. Dhabu Fatima Ishak (Shining Stars page)
5. Comment વાંચવા આ લિંક પર ક્લિક કરો.

ટંકારીઆ  હાઇસ્કુલ ટંકારીઆ ખાતે WELL WISHER’S SUMMIT નું આયોજન શાળાના હોલમાં તા. ૧૭/૦૧/૨૦૨૫ ને શુક્રવારના  રોજ સવારે ૯;૩૦ કલાકે રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન શાળાના ENGLISH CLUB દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકો ઈલ્યાસ સાહેબ ભોજા,  હફસાનાબેન  ભૂતા, મેહજબીનબેન ખાંધિયા અને મોહસીન પટેલ સાહેબનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ‘ટંકારીઆ રત્ન’ જનાબ ‘અદમ’ ટંકારવી, જનાબ ઈમ્તિયાઝભાઈ વરેડિયાવાલા ઉર્ફ ‘ટંકારવી’,  જનાબ ઐયુબભાઈ મિયાજી, જનાબ ઈકબાલભાઈ ધોરીવાલા,જનાબ ઇસ્માઇલભાઇ ખૂણાવાલા, જનાબ અબ્દુલભાઈ ભુતાવાલા, જનાબ દિલાવરભાઈ દશાનવાલા [Founder Trustee MMMCT, VCT], જનાબ સુહેલ સાહેબ (CEO – MMMCT), જનાબ ઝાકીરભાઈ ઉમતા, જનાબ નાસીરભાઈ લોટીયા હાજર રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ગુલામ સાહેબ ઉપરાંત અદિબા પટેલ, ફાતીમા માલજી, હુમેદ પટેલ, ફૈઝ પટેલ, સઅદ અમેરીકન, મુસ્કાન ડાહ્યા અને મોહસીના દિવાન દ્વારા તબક્કાવાર રીતે કરવામાં આવ્યું જેથી શાળાના વિદ્યાર્થીઓમાં પણ કાર્યક્રમના સંચાલનનો ગુણ કેળવાય. કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી મુહંમદ ઈલ્યાસ ભોજા અને સઅદ જુનેદ અમેરીકન દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ જકીય્યાહ ભૂતા, મેહજબીન મેંક, શના અંસાર, અફીફા જંઘારીયા, માહેનૂર ઉમટા દ્વારા નાત શરીફ પઢવામાં આવી હતી. સ્વાગત ગીત ઈસરત પટેલ, સફીકા સેટા, મુઅઝ્ઝમા ખૂણાવાલા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્યશ્રી ગુલામ સાહેબ દ્વારા કરવામાં આવ્યું. શાળાની મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જનાબ અબ્દુલભાઈ ભુતાવાલા અને  સ્ટાફના અન્ય સભ્યો દ્વારા  મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર રહેલા તજજ્ઞો જનાબ ‘અદમ’ ટંકારવી સાહેબ, જનાબ ઈમ્તિયાઝભાઈ વરેડિયાવાલા ઉર્ફ ‘ટંકારવી’, જનાબ ઈસ્માઈલભાઈ ખૂણાવાલા જનાબ દિલાવરભાઈ દશાનવાલા, જનાબ ઈકબાલભાઈ ધોરીવાલા દ્વારા સુંદર અને પ્રેરણાદાયી પ્રવચનોને અવારનવાર તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા  હતા. આ શાળાની વિદ્યાર્થીની પ્રતિક્ષા પંચાલ કે જે  Msc (Physics)ની પદવી મેળવ્યા પછી હાલમાં PhD નો અભ્યાસ કરી રહી છે તેનું તથા શાળાના અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જેમણે જુદા જુદા ક્ષેત્રે સિદ્ધિ મેળવી છે એવા વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓને આ કાર્યકમમાં પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે હાજરજનોએ સુંદર પ્રતિભાવ આપી તેમની સિધ્ધિઓને તાળીઓના ગડગડાટથી બિરદાવી હતી. શાળાના આચાર્ય શ્રી ગુલામ સાહેબે અત્રેની વિજ્ઞાન શાખામાંથી ધોરણ ૧૨ની પરીક્ષા પાસ કરીને જેઓ ડોક્ટર, નર્સિંગ , BSc જેવી અન્ય શાખાઓમાં ડીગ્રી મેળવી કારકિર્દી બનાવી ચૂક્યા છે એવા સફળ વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓની આંકડાકીય માહિતી આપી હતી.

શાળાના અંગ્રેજી વિષયના શિક્ષક જનાબ મોહસીન પટેલ સાહેબ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

આ સુંદર અને સફળ કાર્યક્રમના અતિસુંદર પ્રવચનો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સુંદર કૃતિઓ સહિતના આખા કાર્યક્રમનો વીડિયો જોવા માટે અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

WELL WISHER’S SUMMIT held at The Tankaria High School, Tankaria