ટંકારીઆ ગામની પ્રખ્યાત ચાની ચુસ્કીનો ટંકારીઆના પાદરમાં જે મહેમાનો આનંદ લે છે તે એને યાદ રાખે છે.
ટંકારીઆ ગામે યુ .કે. થી પધારેલા ‘અદમ’ ટંકારવી સાહેબ, ઈમ્તિયાઝ પટેલ વરેડીયાવાળા ઉર્ફ ટંકારવી, ઇસ્માઇલ સાહેબ ખૂણાવાળા, સાઉથ આફિકાથી પધારેલા મહેબૂબ સુલેમાન કડુજી, સાંસરોદ ગામના વતની અને દયાદરા હાઈસ્કૂલના શિક્ષક અને કવિ ઈમ્તિયાઝ મોદી (હાલમાં Ph. D કરી રહ્યા છે), ઇબ્રાહીમ સાહેબ પીર, ઝાકીરહુસૈન ઉમતા, નાસીરહુસૈન લોટીયાએ આજે વહેલી સવારે મારી (મુસ્તાક દૌલાની) ઓફિસની મુલાકાત લઇ એકદમ સાદા અંદાજમાં ચાની ચૂસકી લીધી હતી તેની આ તસ્વીરો છે. સૌ મહેમાનોએ ટંકારીઆની પ્રખ્યાત પાદરની ચા નો આસ્વાદ માણ્યો હતો. આ મહેફિલમાં ઈબ્રાહીમ સાહેબ મનમન અને શફીક ખાંધિયા પણ જોડાયા હતા. વર્ષ ૨૦૦૬ થી ટંકારીઆના પાદરમાં મારી ઓફિસ હોવાથી મારા અનુભવના આધારે હું દ્રઢપણે માનું છું કે ટંકારીઆ ગામમાં જેટલી ચા પીવાય છે એટલી ચા ભાગ્યે જ ગુજરાતના કોઈ ગામડામાં પીવાતી હશે. ટંકારીઆ ગામમાં વહેલી સવારથી શરૂ કરી મોડી રાત્રી સુધી ચાલતી ચાની દુકાનો જેમાં ફક્ત ટંકારીઆ ગામના જ નહીં પરંતુ અનેક ગામોના લોકો ચાની ચુસકી સાથે ઠેર ઠેર મહેફીલો જમાવતા નજરે પડતા હોય છે. ટંકારીઆ ગામમાં ચાની જેટલી દુકાનો અને લારીઓ છે એટલી દુકાનો અને લારીઓ ભાગ્યે જ ગુજરાતના કોઈ ગામડામાં હશે. ટંકારીઆ ગામના લોકો માટે કહેવાય છે કે તંગીના જમાનામાં પણ આ ગામના લોકો ઘરના પાછળના દરવાજે ઘરના વાસણો વેચીને પણ મહેમાનોની આગતા સ્વાગતા કરતા હતા. આ પરંપરા ચાલુ રાખીને આજે પણ ટંકારીઆ ગામમાં આવતા મહેમાનોને ચા પીવરાવ્યા વગર પાછા જવા દેવામાં આવતા નથી.
તો આવો ટંકારીઆના પાદરમાં અને માણો ચાની ચૂસકીનો સ્વાદ.
ટંકારીયાના વતનીઓના સ્વભાવમાં જે મીઠાસ છે તેની પાછળનું અકબંધ રહસ્ય પાદરની ચાની ચૂસકી જ હોય એવું પ્રતીત થયું. આ અવિસ્મરણિય યાદી માટે આપ સહુના ઋણી છીએ. ચાની ચૂસકી ઉપર લખાયેલ એક શેર સાથે ટિપ્પણી પૂર્ણ કરું છું.
અગર તું હોય સાથે તો મને ચિંતા નથી રહેતી,
બધી ચિંતાઓ પી જઉં છું હું ચાની ચુસ્કીઓ સાથે.
~ મુસવ્વિર
Very nice
Love my villege