Dhabu Fatima Ishak
Edited By: Nasirhusen Lotiya
સપના ઊંઘમાં આવતા હોય છે; પરંતુ જીવનના સપના સાકાર કરવામાં ઊંઘ જ ન આવે. ઊંઘમાં આવતા અનિયંત્રિત સપના તૂટી જતા હોય છે; જીવનના સપના તૂટતા અટકાવવા ઊંઘને નિયંત્રિત કરવી પડે છે.
અત્યંત વિપરીત પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વગર, ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ ઉક્તિને સાચી ઠેરવનાર, સમગ્ર વિદ્યાર્થી જગત માટે પ્રેરણા સ્વરૂપ, ટંકારીઆના ઢબુ કુટુંબની દીકરી ફાતિમા ઇશાક ઢબુએ માઈક્રોબાયોલોજી વિષય સાથે માસ્ટર ઓફ સાયન્સની પદવી LJ યુનિવર્સિટી અહમદાબાદમાંથી મેળવી છે. MSc microbiology માં સમગ્ર યુનિવર્સિટીમાં તેણીએ પ્રથમ ક્રમે રહી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ફાતિમાને આ ગોલ્ડ મેડલ નાણાં મંત્રાલયના આર્થિક સલાહકાર તથા ભારતીય આયોજન પંચના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ તરીકેની સેવાઓ આપનાર, ‘પદ્મ વિભૂષણ’ પુરસ્કાર મેળવનાર મોન્ટેક સિંહ આહલુવાલિયાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
ફાતિમાએ ધોરણ ૧ થી ૧૨ સુધીનો અભ્યાસ ઈન્ટરનેશનલ ઈન્ડિયન સ્કૂલ જેદ્દાહ (એમ્બેસી ઓફ ઈન્ડિયા સ્કૂલ, જેદ્દાહ તરીકે અગાઉ જાણીતી હતી)ની અંગ્રેજી માધ્યમની સ્કૂલમાંથી, BSc ગુજરાત યુનિવર્સિટીમાંથી અને MSc નો અભ્યાસ LJ યુનિવર્સિટી અહમદાબાદથી કર્યો છે. ઘરમાં હોય ત્યારે મેડિકલ ગ્રેડ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર અને ઘરની બહાર હોય ત્યારે પોર્ટેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર પર આધાર રાખવો પડે એવી ફેફસાની ગંભીર બીમારીથી પીડાતી ફાતિમા સાથે પદવીદાન સમારંભમાં પણ પોર્ટેબલ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર હતું. ફાતિમા ધોરણ ૦૪ માં અભ્યાસ કરતી હતી ત્યારથી જ ફેફસાની ગંભીર બીમારીથી પીડાતી હોવા છતાં ક્યારેય હિંમત હારી નથી. ફાતિમાની સાથે તેણીને માર્ગદર્શન અને હિંમત આપનાર એમના પિતા જનાબ ઇશાકભાઈ ઢબુ, માતા હ્ફીજાબેન ઢબુ, શિક્ષકો અને અધ્યાપકો પણ ખરેખર અભિનંદનના હકદાર છે. ‘મન હોય તો માળવે જવાય’ની ઉક્તિને સાચી ઠેરવી સતત અભ્યાસમાં ધ્યાન આપી ફાતિમાએ જે સિદ્ધિ મેળવી છે એ નાનીસૂની નથી. અલ્લાહ તઆલા ફાતિમા અને એના કુટુંબીજનોની જીવનના દરેક તબક્કે ખાસ મદદ ફરમાવે, અલ્લાહ તઆલાની ખાસ મદદથી ફાતિમાને મુકમ્મલ શિફા મળે અને ફાતિમા વધુને વધુ સિદ્ધિ હાસિલ કરે એવી દિલની ગેહરાઈથી દુઆ છે. આમીન.
Miss Fatima Ishak Dhabu has received gold medal as the topper in Master of Science (MSc microbiology) from LJ University, Ahmedabad. This gold medal was awarded to Miss Fatima by Dr Montek Singh Ahluwalia.
(Montek Singh Ahluwalia: Holder of India’s second highest civilian award ‘Padma Vibhushan’, former Economic Adviser to the Ministry of Finance of India, former Deputy Chairman of the Indian Planning Commission).
Miss Fatima has suffered from a severe cystic lung disease since she was studying in 4th standard. She relies on a medical-grade oxygen concentrator at home and a portable oxygen concentrator outside. In the convocation, she was carrying a portable oxygen concentrator. She relentlessly pushed hard to achieve her dreams despite relying on an oxygen concentrator 24/7. On behalf of the entire community of Tankaria, we feel proud to congratulate Fatima and her family through My Tankaria website. Of course, she is an inspiration for the students of the world.
Report published in Gujarat Today (Daily) dated 05 January 2025 as below.
ટંકારીઆના ગૌરવભર્યા ઇતિહાસમાં એક ઓર પીછું ઉમેરાયું (વધુ વિગત માટે આ લિંક પર ક્લિક કરો)
Lots of congratulations.
Proud of our daughter. Salute her. No words for her achievement
Many many congratulations to Fatima,her family and beloved village Tankaria….khub aagal wadhi ane gaamnu ane komnu naam roshan karo aewi dili dua
Friday 3 January 2025 at 22:35
Salam from Ismail Saheb Khunawala. My heartfelt and sincere congratulations to our beloved and proud daughter of our village Tankaria Fatima Ishaq Dhabu for receiving Gold Medal in M Sc degree (Microbiology) with an outstanding and amazing performance. It is a great honour to be awarded by an eminent figure like Dr Montek Ahluvaliya the former economic adviser in finance ministry of Indian government. May Allah Almighty bless her and give her a speedy recovery from her cystic lungs disease, Ameen. May Allah give her the strength and a bright future in all walks of life. I would like to congratulate to her parents and teachers whose contribution can not be ignored. Bravo, well done!!!
It gives immense pleasure to say that One of the greatest achievement by a girl child with tremendous abnormal health functionality. Its wondrous to have such a gem in our community. Kudos to her, to her parents and to all supporters. Such INDIVIDUAL of COMMUNITY should be honoured & be rewarded in all major public functions. May Allah bless her with more strength & high degree of moral courage to prosper and progress in her life. May Allah’s blessing be showered upon her to recover fully of her ongoing health issues & live normal life. Aameen.
Warmly wishes to Fatima for achieving her target. I have no words to express, but I. A. My Duas are always with her. May Allah bless her and grant success in future. Also I congrate to Ishak on this special moment.