1 2 3 4

અત્યારના સમયમાં સૌ ભડભડતી ગરમીના તાપમાંથી પસાર થઇ રહ્યા છે. અને ઉનાળાની ગરમી દિન પ્રતિદિન વધી રહી છે. આવી પરિસ્થિતિમાં જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. સવાર નો સુરજ ઉગતાની સાથે ગરમીનો પ્રકોપ શરુ થઇ જાય છે. લોકો સવારથી જ પરસેવે રેબઝેબ થઇ જાય છે જે દિવસ ચઢતા પરિસ્થિતિ વધુ આકરી થઇ જાય છે. અને બપોરે તો જાણે સ્વયંભૂ કર્ફ્યુ જોવા મળે છે. બપોરે બઝારમાં કે પાદરમાં એકલ દોકલ વ્યક્તિ નજરે પડે છે. માણસ તો માણસ જાનવરો પણ છાંયડો શોધી તેની આડમાં ગરમીથી રક્ષણ મેળવતા નજરે ચઢ્યા છે. જોકે ભારતીય હવામાન ખાતાએ ચોમાસુ તેના નિર્ધારિત સમયમાં બેસશે એવી આગાહી કરી છે. ખેડૂતો પણ આ આકરી ગરમીમાં આવતી સીઝન માટે ખેતરોને તૈયાર કરતા નજરે પડ્યા છે.

1 2 3 4